Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 105
________________ - પુરિમર્દ નો અર્થ પુરિમાઈ- દિવસનો પ્રથમ અર્ધો સમય કે બે પ્રહર સૂચિત કરે છે. તેમાં સાત આગારો છે. ઉપરોક્ત છે ઉપરાંત “મહત્તરાગારેણં' નામના આગારથી કર્મનિર્જરારૂપ, સાધુ કે સંઘના સંકટ સમયે કે કાર્યવશાત્ મોટા(મહત્તર) કારણથી અપૂર્ણ સમયે પ્રત્યાખ્યાન પારવું પડે તો તેનો ભંગ કહેવાય નહિ. અહીં લાંબો (બે પ્રહરનો) સમય હોવાથી આ આગાર સમાવેલો છે." એકાસણાદિમાં આઠ આગારો છે. તિવિહાર એકાસણામાં આહાર પછીના સમયે પાણી પી શકાય છે; ચોવિહાર એકાસણામાં આહાર સમયે જ પાણી પી શકાય, પછી નહિ. તેને “ઠામચઉવિહાર' કહે છે. પ્રથમ બે અને અંતિમ બે આગારોથી આપણે પરિચિત છીએ. વચ્ચેના ચાર આગારો - - ૧. સાગારિઆગારેણં : ગૃહસ્થની હાજરી કે વધુ સમય રોકાવાથી સાધુએ સ્થાનફેર કરતા એકાસણાનો ભંગ ન થાય તે. ૨. આઉટણપસારેણં : ઘૂંટણ-પગ વગેરેના સંકોચ પ્રસારથી આસન ચલાયમાન થાય તો પ્રત્યાખ્યાન ભંગ ન થાય તે. ૩. ગુરુ અભુટ્ટાણેણે એકાસન સમયે ગુરુજીના આવવાથી વિનાયાર્થે ઉભું થવું પડે તેનો આગાર. ૪. પરિક્રાવણિયાગારેણં શ્રમણભિક્ષામાં અતિમાત્રામાં વધેલો આહાર નિરવદ્ય સ્થાને પરઠવી દેવો જોઈએ કારણ બીજે દિવસે તે કહ્યું નહિ. જો પરઠવવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તો એકાશન કરનાર બીજીવાર આહાર લે તેનો આગાર સૂચવેલો છે. આહાર ફેંકી દેતા જીવવિરાધનાના દોષ લાગે છે. એકલઠાણામાં સાત આગારોમાં ઉપરના આઠ આગારોમાંથી એક આઉટણપસારણનો આગાર નથી કારણ અહીં એકજ સ્થિતિમાં અંગોપાંગ રાખવાના હોય છે. આયંબિલ-આચાર્લી; આયં-આયામ-ઓસામણ અને અસ્લ-ખટાશ. ઉપલક્ષણથી તમામ વિગઈઓ, મરચું, મસાલાદિ સ્વાદવર્ધક અને સ્નિગ્ધ - રસના ત્યાગપૂર્વક પ્રાયઃ નીરસ, રૂક્ષ અને સૂકાં ખાદ્યાન્નનું ભોજન તેથી આ પ્રત્યાખ્યાનમાં સ્વાદય માટે પૌષ્ટિક, ગરીષ્ઠ, સ્વાદિષ્ટ પદાર્થોનો ત્યાગ નિહિત છે. તેનાં ત્રણ આગારો વિશિષ્ટ છે. ૧. લેવાલેવેણું : લેપ-અલેપથી અર્થાત્ ત્યાજય પદાર્થોના લેપ શુષ્ક આયંબિલ પદાર્થોને લાગી જાય તો તેનો આગાર. ८४ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118