Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રકરણ-૬
ચોથું અધ્યયન : પ્રતિક્રમણ
પ્રાસ્તાવિક :
આત્મા મૂલતઃ અનંત ચતુષ્ટય રૂપ છે. પરંતુ તે અનંતકાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદને કારણે અશુભ પ્રવૃત્તિ કરે છે અને ગાઢ કર્મબંધનથી બંધાય છે. આ કર્મબંધ એ અધ્યવસાય(લેયા)ના પરિણામથી થાય છે. જેવો અધ્યવસાય તેવો કર્મબંધ. તેના ચાર પ્રકારો છે.
૧. નિકાચિત ૨. નિધત્ત ૩. બદ્ધ ૪. સ્પષ્ટ. અધ્યવસાયોની આ તરતમતા વ્યવહારની પ્રત્યેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. બાહ્ય દૃષ્ટિએ એક સરખી પ્રવૃત્તિ વાસ્તવમાં એક વ્યકિતને માટે નિકાચિત બંધનું કારણ બને છે તો બીજી ત્રીજી કે ચોથી વ્યકિતને અનુક્રમે નિધત્ત,બદ્ધ કે સૃષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે.
પ્રતિક્રમણની ક્રિયા અધ્યવસાયને ઉત્તરોત્તર નિર્મળ બનાવનારી હોવાથી તેના કરનારને શુદ્ધ અધ્યવસાયો તરફ લઈ જાય છે. પ્રતિક્રમણનો વ્યાપક અર્થ એ છે કે મિથ્યાત્વમાંથી પાછા ફરીને સમ્યક્ત્વમાં આવવું, અવિરતિમાંથી પાછા ફરીને વિરતિમાં આવવું, પ્રમાદમાંથી ફરીને સંયમ - માર્ગમાં ઉત્સાહપૂર્વક વર્તવું અને કષાયમાંથી પ્રતિક્રમીને કષાય રહિત થવું અને ચારિત્રમાં નિર્મળતા પ્રાપ્ત કરવી. પ્રતિક્રમણની ક્રિયામાં કષાયોનો ઉપશમ થવો મહત્વનો છે.
પ્રતિક્રમણનો શબ્દશઃ અર્થ કરીએ તો ‘પાછાં પગલાં ભરવાની ક્રિયા’ તે મુજબ પ્રમાદાદિ દોષોને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલો આત્મા તે જ મૂળસ્થાને જવાની ક્રિયા કરે તે ‘પ્રતિક્રમણ’ કહેવાય છે. ` જ્ઞાન,દર્શન અને ચારિત્ર એ સ્વસ્થાન છે અને અઢાર પાપસ્થાન એ પરસ્થાન છે. ૨
આત્માને જે ઘડીએ એવું ભાન થાય છે કે પ્રમાદને વશ થઈ હું ભૂલ્યો અને ન જવાના માર્ગે ગયો- ત્યારે તેનું વલણ પાછું પોતાના મૂળસ્થાને જવાનું થાય છે. શ્રી હરિભદ્રસૂરિએ દર્શાવ્યું છે તેમ- ‘પાપકર્મોની નિંદા, ગર્હા કરીને નિઃશલ્ય થયેલા યતિનું મોક્ષફળ આપનાર શુભયોગોને વિષે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું તે જ પ્રતિક્રમણ છે.’૩
Jain Education International
૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org