Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રતિક્રમણની ક્રિયાનું સંક્ષિપ્તરૂપ આપવામાં આવ્યું છે. દુષ્ટ ચિંતન, દુષ્ટભાષા પ્રયોગ અને દુષ્ટવર્તન અંગે હૃદયપૂર્વક દિલગીરી વ્યકત કરવામાં આવી છે. તે દિલગીરી વિના પ્રતિક્રમણની સ્થાપના થઈ શકે નહિ એટલે આ ટૂંકુ સૂત્ર પ્રતિક્રમણના બીજ રૂપ છે. તેમાં ગુરુની આજ્ઞા લેવામાં આવે છે. અને ગુરુ “ઠાએહ ' બોલી સ્થાપનાની અનુજ્ઞા આપે છે. (૨) અતિચાર આલોચના સૂત્ર :
અતિચારનો સામાન્ય અર્થ અતિક્રમણ કે ઉલ્લંઘન થાય પણ અહીં તે વ્રતસ્મલન સૂચવે છે; તે દિવસ સંબંધી કે રાત્રિ સંબંધી કાયિક, વાચિક અને માનસિક સ્કૂલનાનો અર્થબોધ કરે છે. તે ઉપરાંત સૂત્ર, માર્ગ, કલ્પ અને કર્તવ્યના અનુસરણમાં થયેલી ભૂલોને અહીં અનુક્રમે ઉસૂત્ર, ઉન્માર્ગ, અકથ્ય અને અકરણીય દ્વારા દર્શાવી છે.
ઉસૂત્ર : કેવલની સૂત્ર પ્રરૂપણામાં સાધક દ્વારા અર્થ ઉદ્ઘાટનમાં થયેલી સ્કૂલના અતિચાર કોટિની છે. જ્યારે સૂત્રમાં કહેલી વાતથી તદ્દન વિરોધી વાત યા વર્તન એટલે અનાચાર કોટિનો ઉસૂત્ર દોષ. તેનું નિવારણ આલોચનાથી થતું નથી, પરંતુ પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે.
ઉન્માર્ગ : જે ઉપાયોથી ચારિત્ર સુધારણા થાય તેમાં અલના થવી અને ક્ષાયોપથમિક ભાવમાંથી ઔદયિકભાવમાં જવું.
અકથ્ય : કલ્પ(આચાર)નું ઉલ્લંઘન કે અલના. • અકરણીય : યોગ્ય કર્તવ્યમાં થયેલી અલના અથવા ભૂલ
આ ઉપરાંતના અતિચારો - દુર્બાન અને દુચિંતન-કેન્દ્રિત મન અને વિચાર સંબંધી મનોમાલિન્યના સૂચક છે અને અન્ય અતિચારો- ન આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય, શ્રાવકને માટે અત્યંત અનુચિત અતિચારો; જ્ઞાન, દર્શન, ચારિત્ર (સર્વવિરત માટે) અને ચારિત્ર- અચારિત્ર (દેશવિરત માટે), શ્રુત, સામાયિકની ઉપાસ્ય અને ઉપાસનાના દૃષ્ટિકોણથી અલનાઓ અને ત્રણ ગુપ્તિ, ચાર કષાય, પાંચ મહાવ્રત | પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો- આમ બાર પ્રકારના શ્રાવકધર્મમાં સાધુધર્મમાં જે કંઈ ખંડિત થયું હોય- વ્રત વિરાધના થઈ હોય તેના મિથ્યાદુકૃતની આલોચના માંગવામાં આવી છે.
Jain Education International
૬ ૩ For Private & Porechal Use Only
www.jainelibrary.org