Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
૨. અભિભવ કાયોત્સર્ગઃ જે કાયોત્સર્ગ તિતિક્ષા શક્તિ મેળવવા માટે કે
પરિષદોનો જય કરવા માટે ખંડેરમાં, સ્મશાનભૂમિમાં, અરણ્યમાં કે કોઈ વિકટ સ્થળે જઈને કરવામાં આવે છે તેને અભિભવ કાયોત્સર્ગ કહે છે. તેનું કાલમાન જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર માસનું હોય છે. આ માટે દષ્ટાંતરૂપે બાહુબલિનો કાયોત્સર્ગ પ્રસિદ્ધ
છે. ધ્યાનમાં પ્રગતિ ઈચ્છનારે મુખ્યત્વે આ કાયોત્સર્ગ કરવો જોઈએ. કાયોત્સર્ગનું કાલમાન :
ચેષ્ટા કાયોત્સર્ગમાં પ્રવૃત્ત થતાં પહેલાં નવકાર યા લોગસ્સ વડે તેનું કાલમાન દર્શાવવામાં આવે છે. એક નવકાર દ્વારા આઠ શ્વાસોચ્છવાસ અને લોગસ્સમાં ચંદેસુ નિમ્મલયરા સુધી પચ્ચીસ શ્વાસોચ્છવાસ, સાગરવર ગંભીરા સુધી સત્તાવીસ શ્વાસોચ્છવાસ અને પૂર્ણ લોગસ્સ અઠ્ઠાવીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાલમાન દર્શાવે છે.
પ્રત્યેક કાયોત્સર્ગ પ્રમાણયુક્ત હોવાથી જ્યાં સુધી “નમો અરિહંતાણં'નો ઉચ્ચાર ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ સંપૂર્ણ થયો ગણાય નહિ. કાયોત્સર્ગ પૂરો થયા બાદ પ્રગટરૂપે “નમો અરિહંતાણં બોલવું જોઈએ. તેમ છતાં તેમાં કેટલાક અપવાદો દર્શાવ્યા છે. જ્યારે બિલાડી ઉંદર પર ઝપટ મારે ત્યારે તેને બચાવવા ખસી જવું કે કાયપ્રવૃત્તિ કરવી પડે તો તેને કાયોત્સર્ગભંગ કહેવાતો નથી. આ ઉપરાંત રાજા, ચોર-લૂંટારા કે એકાંત સ્થાનમાં ભયનું કારણ ઉપસ્થિત થાય કે પોતાને યા અન્યને સર્પદંશ થાય ત્યારે વચ્ચે જ નમો અરિહંતાણંનો સહસા ઉચ્ચાર કરી કાયોત્સર્ગ પારી લેવામાં આવે તો કાયોત્સર્ગ ભંગ થતો નથી. કાયોત્સર્ગનું હાર્દ :
આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે કે૧૧. “શરીરને કોઈ વાંસલાથી છોલી નાખે કે તેના પર ચંદનનો લેપ કરે અથવા જીવન ટકે કે તેનો જલ્દી અંત આવે છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને સમભાવમાં રાખે તેને કાયોત્સર્ગ થાય છે.” ત્યાર પછીની ગાથામાં જણાવ્યું છે કે“દેવોના, મનુષ્યોના અને તિર્યંચોના ત્રિવિધ ઉપસર્ગોને મધ્યસ્થ ભાવથી સહન કરવા વડે કાયોત્સર્ગ શુદ્ધ થાય છે.”
દેહાધ્યાસ જીવને અનંતકાળથી વળગ્યો છે. તે દેહાધ્યાસ ટાળી
(૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org