Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 99
________________ ભયંકર રાડ પાડી હતી. કારણકે તે સમયે પ્રભુ કાયોત્સર્ગમાં નહોતા. આ રીતે કાયોત્સર્ગ આપણા જીવનમાં પણ ઘણી વખત સ્વાભાવિક થતો હોય છે. આપણું મન અન્ય વિચારોમાં ખોવાયેલું હોય છે ત્યારે શરીર કે ઈન્દ્રિય દ્વારા થતો અનુભવ આત્મા સુધી અથવા લૌકિક રિભાષામાં મગજ સુધી પહોંચતો નથી. કાયોત્સર્ગમાં પણ એ જ પ્રક્રિયા કરી મનને પ્રભુના ગુણોના વિચારમાં - ચિંતનમાં લગાડી દેવામાં આવે તો કાયાનો વ્યાપાર બંધ થઈ જાય છે અને અન્ય મનુષ્ય, પ્રાણી દ્વારા કરાતા ઉપસર્ગનો અનુભવ પણ આત્માને થતો નથી. વર્તમાનમાં આ પ્રકારનો કાયોત્સર્ગ થતો નથી. માત્ર નવકાર કે લોગસ્સ ગણવામાં આવે છે. ઉપર બતાવેલ અવસ્થા કાયોત્સર્ગની ચરમ સીમા છે. પરંતુ એ ન આવે ત્યાં સુધી સાધકે કાયોત્સર્ગમાં શારીરિક પ્રક્રિયાનો, ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનનો અનુભવ કરે જ છે. પરંતુ આ અનુભવ સાથે પોતાના રાગ-દ્વેષને જોડવાના નથી. માત્ર અલિપ્ત રહી તેને જોવાના અર્થાત્ અનુભવવાના છે. તે રીતે જ્ઞાતા-દૃષ્ટા ભાવ આવે તો પણ કાયોત્સર્ગ કંઈક અંશે સફળ થયો ગણાય. આ પ્રકારનો કાયોત્સર્ગ ભૂતકાલીન અશુભ કર્મને આત્મામાંથી દૂર કરે છે અને તે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેથી જ શાસ્ત્રકાર ભગવંતે પ્રાયશ્ચિત રૂપે કાયોત્સર્ગનું વિધાન કર્યું છે. કાયોત્સર્ગ કે ધ્યાનમાર્ગ આત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી લઈ જનાર અમોઘ સાધન છે. ભૂતકાળમાં અનેક મહર્ષિઓએ તેનું આલંબન લીધું છે. મહાત્મા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ અને અવંતિ સુકુમાલ, પ્રસન્નચંદ્ર વગેરે કાયોત્સર્ગ દ્વારા જ અભીષ્ટ ફળ પ્રાપ્ત કરી શક્યા હતા. ૧. ૨. પાદટીપ તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ । કાઉસગ્ગ અલ્ઝયણું આવસય સુત્તું સં. મુનિશ્રી પુણ્યવિજયજી પ્ર. શ્રી મ. જૈ.વિ.મુંબઈ (૧૯૭૭) પૃ. ૩૪૫ કાઉસ્સગે ભંતે ! જીવે કિં જણયઈ ? કાઉસ્સગ્ગ તીય-પટ્ટુપત્રં પાયચ્છિદં વિસોહેઈ | વિસુદ્ધ પાયચ્છિત્તે ય જીવે નિર્વોયહિયણે આહરિય- ભરુત્વ- ભારવહે પસત્યજ્ઞાણોવગએ સુહં સુહેણ વિહરઈ । સુત્તાંક ૧૧૧૪ Jain Education International ૭૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118