Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 98
________________ Jai આવશ્યક છે. બધા પ્રકારની ધર્મ શિક્ષાઓ મનની શુદ્ધિ માટે જ પ્રબોધેલી છે. સમ્યગ્ દર્શનથી મનનો વેગ ધ્યેય તરફ કેન્દ્રિત થાય છે. સમ્યગ્ જ્ઞાનથી ક્રોધ, માન, માયા અને લોભ રૂપ મનનો મેલ ધોવાઈ જાય છે. સમ્યગ્ ચારિત્રથી મનનો વિક્ષેપ ક્રમશઃ ઘટતો જાય છે અને અંતે કાયોત્સર્ગમાં પરિણમી મનને વિક્ષેપરહિત બનાવે છે. સ્થિર અધ્યવસાયો યુક્ત મન એટલે ધ્યાન અને ચલ અધ્યવસાયો યુક્ત મન એટલે ચિંતન. એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી મનને સ્થિર કરી છદ્મસ્થ મનુષ્ય ધ્યાન કરી શકે છે. જયારે યોગનિરોધ રૂપ ધ્યાન કૈવલ્યાવસ્થાને પામીને જેમના ભાવમનનો નાશ થયો છે તે જિનોને હોય છે. પ્રતિક્રમણ એ ધ્યાન છે. એ પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત સ્વરૂપે કાયોત્સર્ગ આવે છે. કાયોત્સર્ગ એ સાધનાનું ચરમ શિખર છે. આત્માને જ્ઞાન બે પ્રકારે થાય છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. અહીં પ્રત્યક્ષજ્ઞાન એટલે નૈયાયિકોએ જણાવેલ ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન લેવાનું નથી, પણ આત્મ પ્રત્યક્ષ જ્ઞાન લેવાનું છે. જેમાં પાંચેય ઈન્દ્રિયમાંથી એક પણ ઈન્દ્રિયની સહાય લેવામાં આવતી નથી. આવાં પ્રત્યક્ષજ્ઞાનનાં ત્રણ પ્રકાર છે. ૧. અવધિજ્ઞાન ૨. મન:પર્યવજ્ઞાન અને ૩. કેવળજ્ઞાન. મતિજ્ઞાન - ઈન્દ્રિય તથા મન દ્વારા થાય છે. શ્રુતજ્ઞાન શબ્દ દ્વારા શ્રવણેન્દ્રિય દ્વારા થાય છે. ટૂંકમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય દ્વારા થતાં હોવાથી પરોક્ષજ્ઞાન છે. આત્માને થતું ઈન્દ્રિયજ્ઞાન મનના માધ્યમથી થાય છે. મન, આત્મા અને પાંચે ઈન્દ્રિય જોડતી સાંકળ છે. આ મનને શરી૨ અને ઈન્દ્રિયથી અલગ કરી આત્માની સાથે જોડી દેવામાં આવે અથવા તો મનનો શરીર અને ઈન્દ્રિય સાથેનો સંપર્ક તોડી નાંખવામાં આવે છે ત્યારે ઈન્દ્રિય દ્વારા થતો અનુભવ આત્મા સુધી પહોંચતો નથી. કાયોત્સર્ગ એ મનને શરીર અને ઈન્દ્રિયથી અલગ કરવાની પ્રક્રિયા છે. કાયોત્સર્ગમાં આત્મા કાયાનો ત્યાગ કરતો નથી, તે તો શરીરમાં જ અધિષ્ઠિત હોય છે. પણ એ મનનો શરીર સાથેનો સંપર્ક તોડી નાખે છે. માટે જ કાયોત્સર્ગમાં ઊભા રહેલ શ્રમણ ભગવાન મહાવીરને ગોવાળીયાએ કાનમાં ખીલા ઠોક્યા ત્યારે પીડા થઈ હોવા છતાં, તેનો આત્માને અનુભવ થયો નહોતો. પરંતુ જ્યારે ખરક વૈધે પ્રભુના કાનમાંથી ખીલા બહાર કાઢ્યા ત્યારે પ્રભુએ વેદનાથી -For #rate www.jainellbrary.org mal ૧૭ esha use only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118