Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
થાય છે. ચોત્રીસમી ગાથામાં૧૪ કાયા, વચન અને મનના અશુભ પ્રવર્તન વડે જે અતિચારો લાગ્યા હોય અને અશુભ કર્મ બંધાયા હોય તેનું ત્રિવિધ શુભયોગોથી પ્રતિક્રમણનો નિર્દેશ છે.
આવશ્યક ક્રિયાની અપૂર્વ મહત્તા ગાથા એકતાલીસમાં કરવામાં આવી છે.૧૫ તેમાં જણાવ્યું છે કે સાવદ્ય આરંભોને લીધે બહુ અશુભકર્મોવાળો હોવા છતાં તે આવશ્યક વડે થોડા સમયમાં દુઃખોનો અંત કરશે. બેંતાલીસમી ગાથામાં જણાવ્યું છે કે પાંચ મૂલગુણો અને સાત ઉત્તર ગુણો સંબંધી આલોચના કરવા યોગ્ય અનેક પ્રકારના અતિચારો- જે પ્રતિક્રમણ વેળાએ યાદ પણ ન આવ્યા હોય તેની નિંદા અને ગર્હા કરું છું.
તે પછીની પંકિત ગદ્યમાં છે.૧૭ અહીં શ્રાવક વીરાસનનો ત્યાગ કરી ઉભો થાય છે અને આરાધનાના પાલન અર્થે તથા વિરાધનાથી વિરમવા ત્રિવિધ પ્રતિક્રમણ કરતે છતે ચોવીસ જિનને વંદન કરે છે. ૧૮ સમ્યક્ત્વશુદ્ધિ અર્થે ત્રણ લોકમાંના ચૈત્યો તથા અઢી દ્વીપમાંના સર્વ સાધુઓને વંદન કરવામાં આવે છે. શ્રાવકના મનના મનોરથ વ્યકત કરતા કહ્યું છે કે ચિરસંચિત પાપપ્રનાશિની અને લાખો ભવોનો નાશ કરનારી ચોવીસ જિનોથી વિનિગર્ત-પ્રગટેલી કથાઓમાં મારા દિવસો વ્યતીત થાઓ.૧૯ અહીં કથાના ઉપલક્ષણથી ધર્મદેશનાઓનો સ્વાધ્યાય અપેક્ષિત છે. તે પછી અરિહંતો, સિદ્ધો, સાધુઓ શ્રુત અને ધર્મ મંગળરૂપ થાઓ અને સમ્યગદૃષ્ટિ દેવો પાસે સમાધિ અને બોધિબીજ માટે પ્રાર્થના કરી છે.
ત્યાર પછીની ગાથા પ્રતિક્રમણની આવશ્યકતાના ચાર હેતુઓનો નિર્દેશ કરે છે. (૧) નિષિદ્ધ ક્રિયાઓ - પાપસ્થાનકોનું સેવન (૨) જે કર્તવ્યોનું વિધાન કરેલું છે - ઉદા. ષટ્આવશ્યકોનું અકરણ (૩) શ્રી જિન વચનમાં અશ્રદ્ધા - સંદેહ અને (૪) શ્રી જિનવચન વિરુદ્ધ પ્રરૂપણા-આ ચારેયના પ્રતિક્રમણની આવશ્યકતા વ્રત વિનાના શ્રાવક માટે પણ દર્શાવી છે.
પ્રતિક્રમણનું સ્વરૂપ અને તેના હેતુઓ પછી તેની સાર્થકતા કયારે થાય ? જ્યારે સર્વજીવો પ્રત્યે ક્ષમાની ભાવના મનમાં ઉગે અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે અને વૈરભાવ શમી જાય. તેનો નિર્દેશ સિલોગો છંદમાં મળે છે.૨૧
ઉપસંહાર કરતા શ્રાવક સમ્યક્ પ્રકારે અતિચારોની આલોચના, નિંદા ગર્હા અને દુર્ગંછા(જુગુપ્સા) કરી છે અને મન- વચન - કાયા વડે પ્રતિક્રમણ
Jain Education International
૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org