Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
આમ જુઓ તો ધ્યાન કોઈ વિશેષ પ્રક્રિયા નથી. મન-વચન-કાયાની એકાગ્રતા જ ધ્યાન છે. અલબત્ત, માત્ર પ્રતિક્રમણને જ ધ્યાન કહીશું તો પશ્ચાતાપ, દોષો સંભારવા વગેરે માનસિક વ્યાપાર અટકાવવો પડશે. પરંતુ દોષોને યાદ કરી તેના માટે ‘મિથ્યા દુષ્કૃત’ દેવાંમાં પણ મન, વચન, કાયાની એકાગ્રતા આવે છે. એટલે તેને પણ ધ્યાન કહેવામાં વાંધો નથી. અને તે કાયોત્સર્ગ રૂપ ધ્યાનની પૂર્વભૂમિકા જ છે. શુભધ્યાન - ધર્મધ્યાન આપણને પાપમાંથી પાછાવાળી, પુણ્ય કર્મનો બંધ કરાવે છે. એમાં આત્મા આગળ વધે તો પુણ્યકર્મનો બંધ પણ અટકી જાય છે. અને સંપૂર્ણ સંવર અર્થાત્ શુભ અને અશુભ બંને પ્રકારનો કર્મ બંધ થતો અટકી જાય છે. અને તે સમય દરમ્યાન પૂર્વે બાંધેલ શુભ-અશુભ બંને કર્મની નિર્જરા ક્ષય ચાલુ થઈ જાય તો કેવળજ્ઞાન પ્રાપ્તિ પણ શક્ય બની જાય છે. અલબત્ત, આ કાળમાં એ શક્ય નથી, આમ છતાં કર્મ પ્રકૃતિ અનુસાર અશુભ કર્મનું શુભમાં સંક્રમણ તો શક્ય છે. તે માટે પણ દરેકે દ૨૨ોજ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ.
પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી મહારાજે તેમની પ્રસ્તાવનામાં પ્રતિક્રમણમાં આવતાં છ યે આવશ્યકનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપ્યું છે. તેથી અહીં તેની પુનરુક્તિ કરવાની આવશ્યકતા નથી.
ઉપસંહાર ઃ
પ્રતિક્રમણની ક્રિયા પુરુષાર્થ પર રચાયેલી છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદમાંથી મુકિત મેળવવી એ પુરુષાર્થ વગર શકય નથી. મુમુક્ષુ તે માટે પ્રચંડ પુરુષાર્થ કરે તો તે પાપથી મુકત બની શકે.
આવો કોઈ પુરુષાર્થ પોતાના પક્ષે ન કરતા માત્ર ઈશ્વર કે પ્રભુને પોતાના પાપો માફ કરી દેવાની પ્રાર્થના કરવી તેનો કોઈ અર્થ નથી. આપણે પાપ કર્મો કરતાં રહીએ અને ઈશ્વર આપણી આજીજીથી પીગળી આપણાં પાપો કે ગુન્હાઓ માફ કરતો રહે તો સંભવ છે કે નિરંતર પાપ કર્મો કરવાને ટેવાયેલો જીવ કદી પણ પાપ કર્મોથી નિવૃત્ત થાય જ નહિ અને સંસાર ચક્રમાં સદાકાળ ભમતો જ રહે. જો ઈશ્વર કર્માનુસાર ફળ આપતો હોય તો પાપકર્મ કરતા જ અટકવું જોઈએ અને જે કંઈ અજાણતાં પાપો થયા હોય તેને માટે દિલગીર થવું જોઈએ, જેથી બીજી વખતે પાપકર્મ કરવાની વૃત્તિનો ઉદ્ભવ ન થાય. જયાં સુધી કોઈ પણ પ્રકારે પાપ કરવાનું
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org