Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 87
________________ કરતા ચોવીસ જિનને વંદના કરે છે.૨૨ આવશ્યક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવતા શ્રાવકધર્મને લગતા આલાપકો આ સૂત્રનો આધાર છે. સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. (૪) આચાર્યાદિ ક્ષમાપના સૂત્ર : કષાયોનો ઉપશમ ચાર ગુણોથી થાય છે. (૧) ક્ષમાથી (૨) નમ્રતાથી (૩) સરલતાથી અને (૪) સંતોષથી. ક્ષમા માગવી અને ક્ષમા આપવી, ગુણશ્રેષ્ઠોની શ્રેષ્ઠતાનો સ્વીકાર કરી નમ્ર બનવું; સરલભાવે સર્વ દોષોની આલોચના કરવી અને યથાશકિત પ્રત્યાખ્યાન કરી સંતોષવૃત્તિ ધારણ કરવી એ પ્રતિક્રમણનો સંદેશ છે. આ સૂત્રમાં ક્ષમાપનાનું અગત્યનું સ્થાન છે તેથી તેને ખામણા સુત્ત કહે છે. તેમાં ત્રણ ગાથાઓ છે. પ્રથમ ગાથામાં આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ અને ગણ પ્રત્યે જે કંઈ કષાયો મેં કર્યા હોય તેને ત્રિવિધે ખમાવું છું એ ભાવ છે. કષાયનું પ્રતિક્રમણ કરનાર બીજી ગાથામાં કુલ અને ગણ (ત્રણકુળો)થી આગળ વધી શ્રમણસંઘને (શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘને) બે હાથ અંજલિબદ્ધ કરી ખમાવે છે અને છેલ્લી ગાથામાં સર્વ જીવરાશિના જીવો પ્રત્યે થયેલા કષાયો અંગે ક્ષમા માગવામાં અને ક્ષમા આપવાની પ્રાર્થના છે. આ સૂત્ર પ્રતિક્રમણની કુંચી સમાન ક્ષમાના આદર્શને જીવનમાં ઉતારવા માટે ઉત્તમ માર્ગદર્શન કરે છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની પ્રક્રિયા. સૌપ્રથમ પોતે જે કર્યું છે, અને કરે છે તે પાપ છે એટલી સમજ અને તેનો સ્વીકાર આવે તો જ તેનાથી પાછા ફરવાનો વિચાર આવી શકે. પ્રતિક્રમણમાં બોલાતાં પ્રત્યેક સૂત્રનો અર્થ ખબર હોય અને ચૈત્યવંદન ભાષ્યમાં જણાવ્યું છે તે પ્રમાણે પ્રતિમાલંબન / સ્થાપનાચાર્યનું આલંબન, વર્ણાલંબન અને અર્થાલંબનમાં એક સાથે મન-વચન-કાયાનો ઉપયોગ આવે તો પ્રતિક્રમણ ધ્યાન બની જાય. તેમાં ય મનનો ઉપયોગ ખૂબજ મહત્ત્વપૂર્ણ છે. વચન અને કાયાનો ઉપયોગ પ્રતિક્રમણ કરનાર સૌ કરતાં હોય છે પરંતુ બહુધા મનનો ઉપયોગ તેની સાથે જોડાયેલ હોતો નથી. મન જો જોડાય તો સાચું પ્રતિક્રમણ થાય છે. ઈરિયાવહીની ક્રિયા પણ એક સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. આપણને ખ્યાલ છે કે બાલમુનિ અઈમુત્તાએ માત્ર ઈરિયાવહી પડિક્કમતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કારણકે તેમાં તેમનું મન જોડાયેલ હતું. Jain Education International ૬ ૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118