Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રકરણ-૭
પાંચમું અધ્યયન : કાયોત્સર્ગ
પ્રાસ્તાવિક
કર્મક્ષય અને આત્મશુદ્ધિ પરસ્પર સંકળાએલા છે. આત્મશુદ્ધિના સાધનોમાં કાયોત્સર્ગનું શ્રેષ્ઠ સ્થાન છે. કાયોત્સર્ગમાં કાયાની ચંચળતા અને મમત્વનો ત્યાગ નિહિત છે. તે પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરે છે અને શુભ ધ્યાનમાંથી શુદ્ધ ધ્યાનમાં ગતિ કરે છે.
કાયોત્સર્ગનો સીધો અને સાદો અર્થ છે કાયાનો ઉત્સર્ગ. લૌકિક દ્રષ્ટિ એ કાયાનો ઉત્સર્ગ એટલે દેહાંત અથવા મૃત્યુ. એ અર્થ અહીં બંધ બેસતો નથી. અહીં કાયા એટલે ઔદારિક કે શારીરિક એવો અર્થ કરવાનો નથી. અહીં કાયા એટલે કાયા વડે થતો વ્યાપાર કે તેના પ્રત્યેનું મમત્વ સમજવાનું છે. ઉત્સર્ગ એટલે પરિત્યાગ નહિ પરંતુ શારીરિક ચેષ્ટાઓનો ત્યાગ અને કાયા પ્રત્યેના મમત્વ ભાવનો ત્યાગ પણ તેમાં સૂચિત થાય છે. ક્યારેક ઉત્સર્ગને સ્થાને વ્યૂત્સર્ગ શબ્દ પણ પ્રયોજવામાં આવે છે. તે ‘વિશિષ્ટ એવો ઉત્સર્ગ’ કાયોત્સર્ગ - (પ્રાકૃત કાઉસ્સગ્ગ)નો અર્થફ્રૂટ કરી આપે છે. ધ્યાન અને કાયોત્સર્ગ :
ધ્યાનનો સંબંધ મન સાથે છે, પરંતુ જૈન ધ્યાન પ્રણાલી ફક્ત માનસિક નથી. તે વાચિક અને કાયિક આયામોને પણ સ્પર્શે છે. આ રીતે તે અન્ય ધ્યાનપ્રણાલીઓથી જૂદી પડે છે. ધ્યાનનો અર્થ શૂન્યતા કે અભાવ નથી. પોતાના આલંબનમાં ગાઢરૂપે સંલગ્ન થવાને કારણે ધ્યાતાનું ચિત્ત નિષ્ફકંપ થઈ જાય છે. તેવા ચિત્તની અવસ્થાને ધ્યાન કહે છે. તે સમત્વની સાધના સિદ્ધ કર્યા પછીનો તબક્કો છે. મૃદુ, અવ્યક્ત અને અનવસ્થિત ચિત્તને ધ્યાન કહી શકાય નહિ. ધ્યાન એ ચેતનાની અવસ્થા છે. આ પ્રમાણે મનોગુપ્તિની પ્રક્રિયામાં ધ્યાનની બાહ્યશૂન્યતા હોય છે, પરંતુ આત્મા પ્રત્યેની જાગરૂકતા બાધારહિત હોય છે.
વચનગુપ્તિ યા વાસંવરની પ્રક્રિયામાં શબ્દથી શબ્દાતીત સ્થિતિએ પહોંચવું એ ઉપક્રમ છે. વૈખરીવાણીમાં વાચક પદનું આલંબન હોય છે. મધ્યમા વાણીમાં મનોગત પદાલંબન હોય છે. મંત્ર પૂરતી જ વિકલ્પરૂપતા
Jain Education International
૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org