Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
(૩) પ્રતિક્રમણ સૂત્ર :
આ સૂત્રથી દેવસિક (રાત્રિક) પ્રતિક્રમણના અતિચારોની આલોચનાનો પ્રારંભ થાય છે. દિવસ (રાત્રિ) દરમ્યાન દુષ્ટ ચિંતન, દુષ્ટભાષાપ્રયોગ અને દુષ્ટ વર્તનથી કે પ્રવૃત્તિથી લાગેલાં અતિચારોનું પ્રતિક્રમણ કરવા માટે ગુરુની ઈચ્છાથી અનુમતિ માગવામાં આવી છે. પ્રતિક્રમણ સ્થાપના સૂત્રમાં પણ આ જ પ્રકારનો પાઠ છે. પરંતુ ત્યાં એ પાઠ ઈચ્છાકારેણ પદથી શરૂઆત થાય છે. અને અંતમાં “તસ્સ” શબ્દ નથી. સ્થાપના સૂત્રમાં ગુરુ સ્થાપનાની આજ્ઞા આપે છે જ્યારે અહીં પ્રતિક્રમણ સૂત્રમાં પ્રતિક્રમવાની આજ્ઞા આપે છે. (૪) શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર :
આ સૂત્ર પદ્યાત્મક અને પ૦ ગાથા પ્રમાણ છે. તેમાં ૩૮ મી , ૩૯ મી અને ૪૯ મી ગાથાઓ સિલોગો છંદમાં છે ; બાકીની બધી “ગાહા” છંદમાં છે. આ સૂત્ર શ્રાવકોની આત્મ શુદ્ધિ કરાવતું હોવાથી તેને શ્રાવક ગૃહિ/સમણોવાસગ/શ્રાદ્ધ પડિક્કમણ સુત્ત પણ કહે છે.
પ્રારંભમાં અભિષ્ટની સિદ્ધિ માટે સર્વ સિદ્ધોને, ધર્માચાર્યોને અને સર્વ સાધુઓને વંદન કરીને શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારોના પ્રતિક્રમણનું વિધાન છે. ૧૧ બીજી ગાથામાં બારવ્રતમાં લાગેલા અતિચારો અને પંચાચારના પાલનમાં સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારોનું ઓઘદૃષ્ટિએ સામુદાયિક પ્રતિક્રમણ દર્શાવ્યું છે. ૧૨ ત્રીજી ગાથામાં આરંભ અને પરિગ્રહ સર્વ અતિચારોની ઉત્પત્તિનું કારણ હોવાથી તેનું પ્રતિક્રમણ દર્શાવેલ છે. ૧૩ ત્યારબાદ શ્રાવકના વ્રતોના અતિચારથી પ્રતિક્રમણ જણાવવાને બદલે પ્રથમ પંચાચાર, બારવ્રત, સંલેખના, સમ્યક્ત આદિના ૧૨૪ અતિચારોનું પ્રતિક્રમણ ક્રમશઃ દર્શાવેલ છે.
સમ્યક્તના પાંચ, બારવ્રતોમાં પ્રથમ પાંચ અણુવ્રતોના પાંચ-પાંચ; દિમ્ વ્રતના પાંચ; ઉપભોગ-પરિભોગના ભોજન સંબંધી પાંચ અને કર્મ સંબંધી પંદર મળી કુલ વીસ; અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ, ચાર શિક્ષાવ્રતોમાં સામાયિકના પાંચ, દેશાવકાશિકના પાંચ, પૌષધોપવાસના પાંચ અને અતિથિ સંવિભાગના પાંચ, સંલેખના વ્રતના પાંચ મળી કુલ ૮૫ અતિચારો ગાથા છ થી તેંત્રીસ સુધીમાં પ્રાપ્ત થાય છે. પંચાચારના અતિચારોમાં જ્ઞાનના આઠ, દર્શનના આઠ, ચારિત્રના આઠ, તપના બાર અને વીર્યના ત્રણ એમ કુલ ૩૯ અતિચારો ઉમેરતાં કુલ ૧૨૪ અતિચારો
Jain Education international
६४For Private & persoal Use Only
www.jainelibrary.org