Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 64
________________ છે. “પહણ જામરણા' અજરામર અવસ્થાનું સૂચક છે અને તેથી જિનવરોનો અપુનર્ભવ ગુણ સૂચિત થાય છે. વળી વિહુયરયમલા છે તે પછી પહણજરમરણા બની શકાય તે અનુક્રમ પણ દર્શનીય છે. “પસીયન્ત'માં મારા પર પ્રસન્ન થાઓ'નો ભાવ વ્યક્ત થાય છે. તીર્થકરો રાગદ્વેષ રહિત હોવાથી કોઈ ઉપર પ્રસન્ન કે નારાજ થતા નથી એ સાચું; પણ આપણી પ્રાર્થનાનું કંઈ ફળ મળતું નથી એમ માનવું ભૂલભરેલું છે. તેમની પ્રાર્થનાથી ચિત્તશુદ્ધિ થાય છે, અને કર્મક્ષય થાય છે એ મોટામાં મોટું ફળ છે. પ્રાર્થના એ આધ્યાત્મિક રહસ્ય છે જેની પ્રતીતિ તર્કથી નહિ પણ અનુભવથી થાય છે. પ્રણિધાનત્રિકની બીજી ગાથામાં ભગવાનનો પ્રસાદ (કૃપા) કયા રૂપે આપણે માગવો જોઈએ તેની રૂપરેખા છે. કિત્તિય વંદિય મહિયા એ સિદ્ધાનું વિશેષણ છે. અહીં વાચા, કાયા અને મન વડે પૂજિત જિનભક્તિના ત્રણ પ્રકારનો નિર્દેશ છે. સિદ્ધા એટલે સિદ્ધિઓના સ્વામી એવો થાય છે. આ સામાન્ય કોટિના સિદ્ધો નથી પરંતુ ઉત્તમ કોટિના સિદ્ધ પુરુષો છે. આરોગ્ય અને બોધિલાભને સમાસ રૂપે સાંકળી શારીરિક કે માનસિક તથા ચૈતસિક (સમ્યકત્વગ્રહણ) કક્ષાઓમાં અધ્યાત્મ પ્રગતિનો પંથ દર્શાવ્યો છે. સમાધિવરમાં શ્રેષ્ઠ સમાધિ- આત્માની સમાહિત અવસ્થાનું સૂચન થાય છે જે સંકલ્પવિરહિત પરમશાંત અવસ્થા સૂચવે છે. ઉત્તમ સમાધિવરનું વિશેષણ છે અહીં તે વરના પુનઃ પર્યાય તરીકે આવેલું નથી. પરંતુ તેનો અર્થ મરણસંબંધી એવો થાય છે. પ્રણિધાનસૂત્રમાં સમાધિમરણની યાચના કરવામાં આવી છે. તેથી અહીં “સમાવિરમુત્તમ'નો અર્થ શ્રેષ્ઠ સમાધિમરણ કરવો ઉચિત છે. રિંતુ શબ્દ આ છઠ્ઠી ગાથાને પ્રાર્થનાનું સ્વરૂપ આપે છે. પ્રણિધાનત્રિકની છેલ્લી ગાથામાં પ્રાર્થનાનો છેલ્લો મુકામ આવે છે. ચંદેસુ પદ પાંચમી વિભક્તિ બહુવચનનું અર્થદર્શક હોવા છતાં પ્રાકૃત ભાષામાં સાતમી વિભક્તિ બહુવચનમાં પ્રયોજાયું છે. તે નિર્મળતાના ઉપમાન તરીકે છે અને સિદ્ધા શબ્દના વિશેષણ તરીકે છે. સિદ્ધાનો અહીં સકલ કર્મરહિત શુદ્ધ આત્માઓ જે લોકાગ્રે સ્થિત છે, તેવો કરવાનો છે. તે જ રીતે આઈએસુનો આદિત્યોમાં - સૂર્યોથી કે સૂર્યો કરતાં કરવો ઉપયુક્ત છે. સિદ્ધોની ચિત્તશક્તિ-જ્ઞાનશક્તિ સમસ્ત લોકને પ્રકાશિત કરવા સમર્થ છે જે આદિત્યની શક્તિ કરતાં વધુ છે, એટલે તેમને ચડિયાતા દર્શાવેલ Jain Education International (૪૩ For Private & Persénal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118