Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
-
...
-
પ્રણ-૫ ત્રીજું અધ્યયન : વંદનક
પ્રાસ્તાવિક :
જૈનધર્મમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોની આરાધનાનું વિધાન છે. તેમાં દેવતત્ત્વની આરાધનાનો “ચતુર્વિશતિ સ્તવ' આવશ્યકમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુરુ તત્ત્વ એ દેવ અને ધર્મતત્ત્વ વચ્ચેની કડીરૂપ છે. તેની આરાધના પણ જીવનમાં આવશ્યક છે. ગુરુતત્ત્વમાં પાંચ મહાવ્રતના પાલનમાં ઉઘુક્ત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુશ્રમણોને બહુમાનપૂર્વક વંદન કરવાની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે ત્રીજું આવશ્યક. આ આવશ્યકમાં ગુરુની પ્રતિપત્તિ (વિનય) કેવી રીતે કરવો તે વિષે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર (સ્વોપલ્સ) વૃત્તિમાં નોંધ્યું છે તેમ “આસન છોડી, ગુરુ મહારાજ આવે ત્યારે ઉભા થવું, તેમની સન્મુખ જવું, તેઓ આવી ગયા હોય તો મસ્તક ઉપર અંજલિ મુદ્રામાં હાથ જોડી નમો ખમાસમણાણે વચન બોલવું, સ્વયં આસનપ્રદાન કરવું, તેઓ આસન ગ્રહણ કરે પછી પચીસ આવશ્યકની વિશુદ્ધિ સાચવી ભક્તિપૂર્વક વંદન કરવું, સેવા કરવી, તેમના ગમન સમયે થોડા અંતર સુધી અનુગમન કરવું (પાછળ જવું) અને ગુરુનો ઉપચાર વિનય કરવો.”
આવશ્યક નિર્યુક્તિમાં વંદનના ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, વિનય કર્મ વગેરે પર્યાયો મળે છે. આ ઉપરાંત વંદનનો નવ દ્વારોથી વિચાર કરવામાં આવ્યો છે. ગુરુવંદન ભાષ્યમાં પણ એ જ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું છે. ગુરુનું રવરૂપ :
ગુરુ શબ્દથી અહીં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક (ગુણોમાં ચઢિયાતા) એ પાંચ પદવાળા ગુરુઓ સમજવાના છે. આચાર્ય એટલે ગચ્છનાયક, ઉપાધ્યાય એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરાવનાર, પ્રવર્તક એટલે સાધુઓને તપ, સંયમાદિ પ્રશસ્તયોગમાં પ્રવર્તાવનાર તથા તેમની યથોચિત સારસંભાળ કરનાર, સ્થવિર એટલે વયોવૃદ્ધ, ઠરેલ ડગમગતા સાધુઓને હિતશિક્ષા આપી સંયમ માર્ગમાં સ્થિર કરનાર અને રત્નાધિક
----Yપ૧ For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org