Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
ગુણોનું સ્તવન કરી દર્શનાચારની શુદ્ધિ કરે છે. પછી વંદનાવશ્યકની ક્રિયાવડે ગુરુની સંયમ યાત્રા વગેરેના પ્રશ્નો પૂછી જાણતા અજાણતા પોતાનાથી થયેલી આશાતના માટે મન વચન કાયા વડે ક્ષમા માંગે છે. આ રીતે તે જ્ઞાનાચારની વિશુદ્ધિ કરે છે. આ પ્રમાણે દેવ અને ગુરુની પ્રતિપત્તિપૂર્વકની સેવાને શ્રી હરિભદ્રસૂરિએ ‘પૂર્વ સેવા’ કહી છે. આધ્યાત્મિક અનુષ્ઠાનની આ પ્રક્રિયામાં એક તરફ દેવ અને બીજી તરફ ધર્મ આરાધનામાં સેતુ સ્વરૂપ ગુરુનો વિનય અને વંદન આવે છે અને તે ધર્મનું મૂળ છે. વંદનકનું ફળ :
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા સમ્યકત્વપરાક્રમ અધ્યયનમાં ગણધર ગૌતમે શ્રમણભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે. “હે ભગવન ! વંદનકથી જીવને શું ફળ મળે ?” “હે ગૌતમ, વંદનાથી (જીવ) નીચ ગોત્રકર્મને ખપાવે છે અને ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે, તથા સૌભાગ્ય અને અપ્રતિહતજેનું કોઈ ઉલ્લંઘન ન કરી શકે તેવા- આજ્ઞારૂપી ફળ અને દાક્ષિણ્ય ભાવને પ્રાપ્ત કરે છે.’૮
ગુરુનું મહત્ત્વ :
આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ માટે ગુરૂની નિશ્રા યા છત્રછાયા આવશ્યક છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, “આ લોક અને પરલોકમાં હિતકર એવા ધર્મનું જ્ઞાન મેળવવા માટે શિષ્યે બહુશ્રુત ગુરુને વિનય અને આત્મનિગ્રહ પૂર્વક સેવવા અને તેમને પદાર્થોનો નિર્ણય પૂછવો.'
ve
ગુરુની પ્રસન્નતા વિનય કે વંદન વડે પ્રાપ્ત થાય છે. આચારનું મૂળ વિનય છે અને તે વિનય ગુરુની સેવાભક્તિરૂપ છે. તે સેવાભક્તિ વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે. આ વંદના કોને કરવી જોઈએ ? તે વિષે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે “બુદ્ધિમાન મનુષ્ય સંયત, ભાવસમાધિયુક્ત, પંચસમિતિ અને ત્રણગુપ્તિવાળા અને અસંયમ પ્રત્યે જુગુપ્સા ધરાવનારા શ્રમણને વંદના કરવી જોઈએ.”૧૦ આ ઉપરાંત તેમણે અવંદ્ય ગુરુને વંદન કરવાથી કાયકલેશ અને કર્મબંધ થવાની શક્યતા દર્શાવી છે.૧૧
વિનયના પ્રકારો :
સુગુરુનો વિનય નિરંતર કરવા યોગ્ય છે. છતાં પ્રાતઃકાળે અને સાયંકાળે,
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org