Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રકરણ-3
પ્રથમ અધ્યયન : સામાયિક
પ્રાસ્તાવિક :
સામાયિક એ ષડ્ આવશ્યકોમાં પ્રથમ આવશ્યક છે. સામાયિક એટલે સમયને લગતી અથવા સમય વિષયક. અહીં ‘સમય'નો અર્થ આત્મા કરવામાં આવ્યો છે. આ પ્રમાણે સામાયિક એટલે આત્મવિષયક એવું કર્તવ્ય એવી વ્યુત્પત્તિ થઈ શકે. જૈન દર્શનમાં સમયનો બીજો અર્થ કાળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ પણ કરવામાં આવ્યો છે. એ અર્થ અહીં અભિપ્રેત નથી. તે ઉપરાંત સમય - ઈક પ્રત્યય લાગતાં સામયિક શબ્દ બને છે તે સાપ્તાહિકો, પાક્ષિકો, માસિકો કે અનિયતકાલિક પ્રકાશન ગ્રંથો માટે વપરાય છે. તે અર્થ અહીં લેવામાં આવતો નથી. સમ + આય = સમાય; આ સમાય પદને ઈક પ્રત્યય લાગતાં સામાયિક શબ્દ બને છે. સમ એટલે સમતા યા સમભાવ અને આય એટલે લાભ. જે પ્રક્રિયાથી સમતાનો લાભ થતો હોય તેને સામાયિક કહે છે.૧
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં પણ ઉપરોક્ત વાતનું સમર્થન કર્યું છે. તેમણે રાગ અને દ્વેષથી રહિત પરિણતિને સમ કહી છે અને અય એટલે અયન-ગમન. તે ગમન સમ પ્રત્યે થાય તેથી સમાય કહેવાય, એવો સમાય તે જ સામાયિક કહેવાય.૨
આ સામાયિકમાં સંસારના બધા પ્રકારના રાગ અને દ્વેષ ઉત્પન્ન કરાવનાર તાપ, સંતાપનું શમન કરી શુદ્ધ જગ્યાએ શુદ્ધ વસ્ત્ર પહેરી ૪૮ મિનિટ અથવા બે ઘડી સાંસારિક બંધનો દૂર કરી આત્મભાવમાં લીન થવાનું છે. સામાયિક કરતી વખતે સાધકે ચાર પ્રકારના કષાયો-ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરી, વિષયો પ્રત્યે આસક્તિ ત્યાગી સમતાને સ્થાન આપવાનું છે. અહીં સમતા એટલે શુભ સ્થિરતા. સમતા એ આત્માનું સ્વરૂપ છે. વિષમભાન - પરભાવમાંથી આત્માને ખસેડી સમભાવમાં લાવવો અને તેમાં રમણ કરવું એટલે સમતા.
સાચા આત્મજ્ઞાની સાધક સમતાના સાગરમાં એટલો ઊંડો ઊતરેલો હોય છે કે તેની પાસે સાંસારિક વિષમતાઓ આવી શકતી નથી. કોઈ
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org