Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
તેની પૂજા કરે કે પ્રશંસા કરે કે ગાળો આપે પરંતુ તેના ચિત્તમાં વિષમભાવ પેદા થતો નથી.
સામાયિકની સાધના કે મહત્તા ફક્ત ૪૮ મિનિટમાં નથી કે તેની સંખ્યામાં નથી; પરંતુ તેમાં સમત્વનો આદર્શ ભળે એ જરૂરી છે. સમભાવ સમગ્ર જીવનને અસર કરે તે વિશેષ મહત્ત્વનું છે. નિશ્ચય નયની દ્રષ્ટિએ તો આત્મા એજ સામાયિક છે. આમ આત્મદર્શન એજ સામાયિકનો અર્થ છે.
ભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમાં ઉદ્દેશકમાં આ વિષે ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથના ચાતુર્યામધર્મ કાલાસ્યવેષિ અણગારે ભગવાન મહાવીરના પંચમહાવ્રતધારી સાધુઓને પ્રશ્ન કર્યો, “હે આર્યો ! આપનું સામાયિક શું છે? સામાયિકનો અર્થ શું છે?” તે સ્થવિરોએ ઉત્તર વાળ્યો,
હે આર્ય ! આત્મા જ અમારું સામાયિક છે અને આત્મા એ જ સામાયિકનો અર્થ છે.
આ પ્રમાણે આત્માની વાસ્તવિક સ્થિતિને પ્રાપ્ત કરવી એટલે સામાયિક. વ્યવહાર નયની દ્રષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારાં તમામ સાધનો કે ક્રિયાઓ અથવા અનુષ્ઠાનો પણ સામાયિક છે. સામાયિકના પ્રકારો :
સામાયિકનું સ્વરૂપ સર્વ સાવઘયોગોથી વિરતિરૂપ છે. તેથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. તેના બે પ્રકાર છે. ૧. ઈત્ર ૨. યાવત કથિત.
થોડા સમય માટે સ્વીકારેલું સામાયિક “ઈવર' સામાયિક છે. આ સામાયિક શ્રાવકો માટેનું પ્રથમ શિક્ષાવ્રત અથવા નવમું વ્રત છે. તે સમયે શ્રાવક સાધુ જેવો બને છે.
જીવન પર્યત રહેનાર સામાયિક એટલે યાવત કથિત સામાયિક, જે સામાયિક સાધુઓ માટે છે. સામાયિકના ભેદો :
સામાયિકના મુખ્ય ચાર ભેદો છે" ૧. સમ્યક્ત સામાયિક. ૨. શ્રત સામાયિક. ૩. દેશવિરતિ સામાયિક. ૪. સર્વવિરતિ સામાયિક
૫ ૨ ૮E For Private & evenal Use Only
Jain Education International
www.jainelibrary.org