Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
થવા જોઈએ. સામાયિક એ માટેની વિશિષ્ટ પ્રક્રિયા છે. સામાયિકની સાચી સમજણ આવ્યા વિના સામાયિક સિદ્ધિ થતી નથી. સામાયિકમાં સમતાભાવ લાવવા માટે આ બધાનું તાત્ત્વિક સ્વરૂપ જાણવું જરૂરી હોવાથી સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, કથા વાંચન કરવામાં આવે છે.
વસ્તુતઃ સામાયિકમાં સમતાની સાધના કરવાની છે, તેનો અભ્યાસ કરવાનો છે. તે માટે દૈહિક ક્રિયાઓ અને અન્ય ક્રિયાઓ પ્રત્યે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવવાનો છે. પણ એ માટે મૂળભૂત પ્રક્રિયા આપણી પરંપરામાં પ્રાયઃ લુપ્ત થઈ ગઈ છે. તેથી અત્યારે સામાયિકમાં માત્ર જાપ, સ્વાધ્યાય, કથાવાંચન કરવામાં આવે છે. સામાયિક એ શ્રાવકના બાર વ્રતોમાંનું નવમું શિક્ષાવ્રત છે. તેનો વારંવારનો અભ્યાસ કરવો જરૂરી છે કારણકે તેના વિના પ્રથમ વાર જ સામાયિક કરનારને સીધો જ સમતા ભાવનો આત્યંતિક અનુભવ થતો નથી.
સામાયિકમાં સર્વજીવો પ્રત્યે સમભાવ કેળવવાનો છે. અને તેની શરૂઆત સર્વજીવો પ્રત્યેના દ્વેષભાવના ક્ષયથી થાય છે. વૈષનો ક્ષય કરવા સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ, વાત્સલ્ય, સ્નેહ કેળવવો ફરજીયાત છે. જેમ જેમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્મભાવનો વિકાસ થાય છે. તેમ તેમ તે ભાવનાથી વાસિત આત્માના પૌદ્ગલિક શરીરમાંથી સૂક્ષ્મ સંવાદી તરંગો ઉત્સર્જિત થતા રહે છે. આ તરંગો તે વ્યક્તિની આસપાસ એવું વાતાવરણ ઊભું કરે છે કે તેની નજીક આવનાર વ્યક્તિ પણ દયાળુ, કરુણાર્દ્ર બની જાય છે. એટલું જ નહિ પશુ, પક્ષીઓ, જે સામાન્યતયા હિંસક હોય છે, તેઓ પણ સમતાભાવથી વાસિત થઈ જાય છે. આ માટે સૌ પ્રથમ આપણને જેના પ્રત્યે દ્વેષ છે, મનમાં પણ ખરાબ ભાવ પેદા થાય છે, તેના માટે તાત્ત્વિક રીતે શુભભાવનું ચિંતન ચાલુ કરો. તેનાથી તે વ્યક્તિનો તમારા તરફનો અને તમારો તેની તરફનો દ્વેષ દૂર થશે. અને તે પણ તમારા માટે શુભભાવ ભાવશે. આને આધુનિક વિજ્ઞાન ટેલિપથી કહે છે. મનુષ્ય કરતાં ય, પ્રાણીઓ, સ્થૂલ તથા સૂક્ષ્મ જીવજંતુઓ અને વનસ્પતિ સુદ્ધાં તેનાથી પ્રભાવિત થાય છે. આપણાં સંવેદનોને કદાચ મનુષ્ય સ્પષ્ટ રીતે અથવા ઝડપથી ગ્રહણ ન કરી શકે પણ અન્ય પ્રાણીઓ, સ્થૂલ તથા સૂક્ષ્મ જીવાણુઓ, વનસ્પતિ સૂક્ષ્મગ્રાહી અને શીઘગ્રાહી હોય છે. એ અંગેના ભારતમાં અને ભારત બહાર પરદેશમાં પ્રયોગો પણ થયા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org