Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
સામાયિક સૂત્ર
જે સૂત્ર વડે સામાયિક કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે તે સામાઈયસુત્ત (કરેમિ ભંતે સૂત્ર) તરીકે ઓળખાય છે. તે અર્થગંભીર અને પ્રાસાદિક છે. તેમાં વિનયનો વિકાસ છે, સંકલ્પની શુદ્ધિ છે, હેયનું પ્રત્યાખ્યાન છે, સદ્ગુણની ઉપાસના છે અને જીવન પ્રત્યેની દૃષ્ટિનું યોગ્ય ઘડતર પણ છે. શ્રાવકની સામાયિકનો કાળ એક મુહૂર્ત સમજવો જોઈએ. ૪૮ મિનિટનો આ કાળ એક વિષય પરના છદ્મસ્થના ધ્યાનની અસ્ખલિત ધારાને અનુલક્ષીને પ્રરૂપેલ છે તેમ માનવામાં આવે છે.
૧૦
સામાયિકની મહાપ્રતિજ્ઞારૂપ આ સૂત્ર પ્રથમ આવશ્યકનું સૂત્ર હોવા છતાં તેમાં ષણ્આવશ્યકના અંશો રહેલાં છે. પ્રથમ ‘ભંતે’ ચતુર્વિંશતિ આવશ્યકનું સૂચક છે. જ્યારે બીજું ‘ભંતે’ ગુરુવંદનક આવશ્યક સૂચક છે. સામાઈયે, પચ્ચકખામિ, પડિક્કમામિ, અપ્પાણં વોસિરામિ એ ચારેય પદો સામાયિક, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, અને કાયોત્સર્ગ એમ ચાર આવશ્યકોનું સૂચન કરે છે. તેથી બધાં આવશ્યકોના સૂત્રો આ સૂત્રમાંથી નીકળ્યા છે. આમ સમાયિકેતર પાંચ આવશ્યકો પણ પ્રથમ સામાયિક આવશ્યકના અંગો પણ કહી શકાય. આ સૂત્રને સામાયિક દંડક પણ કહે છે. દંડક એટલે મહાપાઠ. આ સૂત્ર પરના સર્વ વિવેચનો એટલે સર્વ આગમો. આ રીતે
આ સૂત્ર અત્યંત પૂજ્ય છે. સર્વ તીર્થંકરો દીક્ષિત થતા આ સૂત્રનો ભંતે શબ્દોચ્ચાર વગર ત્રિવિધ પાઠનું ઉચ્ચારણ કરે છે. અન્યો પણ તેનો ઉચ્ચાર બનતાં સુધી જાતે ન કરતાં, વિનયપૂર્વક ગુરુ કે વડિલ પાસે કરાવડાવે છે. સામાયિક પારણ સૂત્ર :
શ્રાવકને ૪૮ મિનિટ પછી સામાયિક પારવા માટેની વિધિમાં આ સૂત્ર નમસ્કાર મહામંત્ર પછી બોલવામાં આવે છે. તેને પ્રાકૃતમાં સામાઈય પારણસુત્ત પણ કહે છે. આ સૂત્રની બન્ને ગાથાઓ ગાથા છંદમાં છે. અહીં એક મહત્ત્વનું વિધાન કરવામાં આવ્યું છે કે શ્રાવક સામાયિક વ્રત લેવાથી શ્રમણ સમાન ઉચ્ચદશાને પ્રાપ્ત થાય છે. અને તેથી વારંવાર સામાયિક વ્રત લેવું જોઈએ.
સામયિકમાં સમતાભાવની સાધના-આરાધના કરવાની હોય છે. રાગ દ્વેષનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થયા વગર સમતા આવતી નથી. એ માટે આત્માના ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો પણ ઓછા
Jain Education International
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org