Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
૬. એવંભૂત નય : મન, વચન અને કાયાના સાવઘયોગથી નિવૃત્તિ. ૭. ઋજુસૂત્ર નય : ઉપયોગરહિત બાહ્ય યત્ન - ધૂળ સામાયિક
સામાયિકનું ફળ :
ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી ગૌતમ ગણધરે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો છે. ““હે ભગવન્! સામાયિકથી જીવને શું લાભ ?”
ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હે ગૌતમ ! સામાયિકથી સાવઘયોગથી વિરતિ થાય છે. અને પરંપરાએ મોક્ષપ્રાપ્તિ થાય છે.”
સામાયિકના ફળ વિષે શ્રાવકોચિત સામાયિકમાં પુણિયાશ્રાવકનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેમાં ભગવાન મહાવીરે મગધરાજ શ્રેણિકને કહ્યું કે, “રાજનું પુણિયાની એક સામાયિકનું મૂલ્ય ચૂકવવું તારી શક્તિ બહારની વાત છે. સમગ્ર રાજય અને લક્ષ્મી તું આપી દે તો પણ એની સામાયિક ખરીદી નહિ શકે.”
આ ઘટના સામાયિકનું મહત્ત્વ આપણને સુપેરે સમજાવે છે. સંબોધ સિત્તરી પ્રકરણમાં કહ્યું છે, ““પ્રતિદિન કોઈ વ્યક્તિ લાખખાંડી સુવર્ણનું દાન કરે અને પ્રતિદિન કોઈ એક સામાયિક કરે તો પણ દાન દેનાર કરતાં સામાયિક કરનાર વધુ પુણ્ય ઉપાર્જન કરે છે.”૧૦ સામાજિક અને યોગ :
સામાયિક ચિત્તની ક્લિષ્ટ અવસ્થાનો નાશ કરી પ્રશમરૂપ ભાવસમાધિ પ્રાપ્ત કરાવે છે. આ દષ્ટિએ યોગની વિવિધ વ્યાખ્યાઓ મળે છે; જેવી કે
સમન્વ યોગમુચ્યતે” અથવા “યોગ: કર્મસુ કૌશલમ્'૧૧ અથવા પાતંજલ યોગદર્શનમાં “યોગશ્ચિત્તવૃત્તિઃ નિરોધઃ''૧૨ આ વ્યાખ્યાઓ સાથે સામાયિકનું સામ્ય વર્તાય છે. તે ક્રિયાકાંડ નથી પરંતુ ક્રિયાયોગ છે. મહર્ષિ પતંજલિએ ક્રિયાયોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. ૧૩
તપસ્વાધ્યાયેશ્વરપ્રણિધાનાનિ ક્રિયાયોગ : |
સામાયિકમાં સ્વાધ્યાયની મુખ્યતા અને તેમાં તપ તથા ઈશ્વરપ્રણિધાન એટલે કે ફલ સંન્યાસના તત્ત્વોનું નિદર્શન થાય છે. તેથી સમભાવની આ સાધના ફળની અભિલાષા વિનાની બને છે.
Jain Education International
-------- -- - 3 ૨ E - For Private & Personal Use Only
www.jainelibrary.org