Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
નિશ્ચિત સ્થાન હોવું જરુરી છે. કાલશુદ્ધિમાં સવાર કે સાંજનો સમય પ્રશાંત મનોદશા માટે અનુકૂળ હોવાથી સામાયિક સાધના માટે ઉચિત છે. ચિત્તને સમાહિત કરવા નિર્મળ વાતાવરણ આસપાસ રહે તેવી ગોઠવણમાં સામાયિક સિદ્ધ કરનાર મહર્ષિઓના પ્રસંગચિત્રો, વચનો, દર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપકરણોની સહાયથી વાતાવરણમાં પવિત્રતા છવાય છે. યોગનિષ્ણાતો કહે છે તેમ “સ્થિરસુખમાસનમ્” - લાંબા સમય સુધી એક જ આસને બેસવાની ટેવ પાડવી જોઈએ. એ આસનથી ચિત્તની એકાગ્રતા સિદ્ધ કરવા લક્ષ્ય રાખવું જોઈએ.
આસન સિદ્ધિ બાદ ચિત્ત એકાગ્રતા માટે અનાનુપૂર્વી જેવા માનસશાસ્ત્રોના સિધ્ધાંતોને આધારે રચાયેલા સાધનોનો ઉપયોગ કરી મનને જાપમાં જોડવું જોઈએ.. આ રીતે મનને વિક્ષિપ્તદશામાંથી ઉગારી લેવાય છે. ત્યારબાદ સ્વાધ્યાયનું સોપાન આવે છે. સૂત્રો, સૂત્રોના અર્થો, રહસ્યચિંતન, મનન, નિદિધ્યાસન વગેરેથી સ્વાધ્યાયરત મન કષાય કલેશોને શાંત કરી શકે છે. આમ સ્વાધ્યાયથી ચિત્તધૈર્ય સધાય છે. પછી ધ્યાનની કક્ષા આવે છે. દેહ અને આત્માની ભિન્નતા સમજી ચૂકેલો સાધક અહીં આત્મસ્વરૂપમાં તલ્લીન થવા પ્રયાસ કરે છે. સામાચિકનો નચવિચાર :
નય' એ પૂર્ણ સત્યના એક અંશને જાણનારી દ્રષ્ટિનું નામ છે. જૈનશ્રુતમાં પ્રાચીન સમયથી સાત પ્રકારના નયોનો વિચાર થયો છે. સામાયિક શબ્દની વ્યાખ્યા આ સાત નયોની અપેક્ષાએ જુદી જુદી થાય છે. જો કે તેથી સામાયિક શબ્દના મૂલ અર્થમાં કોઈ તફાવત પડતો નથી. ૧. નૈગમ નય : સામાયિકનો અર્થ છે - મોક્ષ, મોક્ષના કારણરૂપે
સામાયિક છે. સંગ્રહ નય : સામાયિકનો અર્થ થાય છે – જીવ અથવા આત્માનો
પોતાનો ગુણ. ૩. વ્યવહાર નય : સામાયિક એટલે સમતા, સમભાવ, સામાયિકના ગુણો. ૪. શબ્દ નય : અષ્ટપ્રવચનમાતાનું પાલન અને સાવઘયોગથી નિવૃત્તિ. ૫. સમભિરૂઢ નયઃ અપ્રમત્તતાથી ઉત્પન્ન થતા આત્માના સ્વાભાવિક ગુણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org