Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 24
________________ એટલે ભાવકર્મ. પ્રાણીના ભાવો એટલે ભાવકર્મ અને તે ભાવો દ્વારા આકર્ષિત થતી અતિ સૂક્ષ્મ ભૌતિક પરમાણુરજનો જથ્થો એ દ્રવ્યકર્મ. કર્મતત્ત્વના આ જડ સ્વરૂપની પ્રરૂપણા જૈનદર્શનની વિશિષ્ટ દેન છે. આચાર નિર્માણનું બીજું પરિબળ એટલે આત્માનો કર્મ સાથેનો અનાદિસંબંધ. ચેતના અને જડના આ સંમિશ્રણને જૈન દર્શને પ્રવાહથી અનાદિ અને કર્મસંયોગને સાદિ-સાત ગણેલ છે. જીવ જૂનાં કર્મોને ખતમ કરે છે. પરંતુ નવા કર્મોનું સતત ઉપાર્જન પણ કરે છે. જયાં સુધી નવા કર્મોનું ઉપાર્જન બંધ ન થાય અને પૂર્વોપાર્જિત સમસ્ત કર્મો નષ્ટ ન થાય ત્યાં સુધી ભવભ્રમણથી મુક્તિ થતી નથી. એકવાર બધાં જ કર્મોનો સમૂળો નાશ થયા પછી આત્મા મુક્તિ યા નિર્વાણ પ્રાપ્ત કરે છે. આ આત્માનું અસલ રૂપ છે. તેને જૈનદર્શન ઈશ્વર યા પરમાત્મા કહે છે. પરમાત્મા કોઈ વ્યક્તિ વિશેષ નથી. જે આત્મા છે, તે જ શુદ્ધ સ્વરૂપે પરમાત્મા છે. જૈનદર્શનમાં મોક્ષ એટલે આત્માનું અખંડ ચૈતન્યમાં વિલીન થઈ જવું કે શૂન્યમાં પરિણમવું એ પ્રકારે નિરૂપણ નથી. દરેક આત્મા જેમ અહીં અશ્રુષ્ણરૂપે સ્વતંત્ર છે. તેમ મોક્ષમાં પણ છે, ત્યાં આત્માનું ઐશ્વર્ય પૂર્ણરૂપે પ્રગટ થાય છે. એ ઐશ્વર્ય જ્ઞાનનું, દર્શનનું, ચારિત્રનું તથા આનંદનું છે. આ પ્રાગટ્ય આંગતુક નથી પરંતુ આત્મામાં અવસ્થિત ગુણોનું છે, જે અત્યારસુધી આવરણોથી અપ્રગટ-આવૃત્ત રહ્યું હતું. આમ અનંત ચતુષ્ટયનો આવિષ્કાર એટલે મોક્ષપ્રાપ્તિ. આચાર નિર્માણનું ત્રીજું પરિબળ એટલે પુરૂષાર્થનો સ્વીકાર અને મહત્તા. જૈન દર્શન નિયતિવાદનું પોષક નથી. તે બધું પૂર્વનિર્ધારિત છે, તેમ નથી માનતું. જૈન દર્શનમાં કાર્યનિષ્પત્તિના પાંચ સમવાયી કારણોનું યોગદાન સ્વીકારેલું છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરૂષાર્થ. આ પાંચ કારણો દ્વારા જૈન દર્શને સીમિત ઈચ્છા સ્વાતંત્ર્યનો આદર કર્યો છે અને આચાર દ્વારા પુરૂષાર્થને દ્રઢાવ્યો છે. આચાર નિર્માણનું ચોથું પરિબળ એટલે યોગ અને કષાય. બન્નેને કર્મબંધના પ્રધાન કારણ રૂપ માનવામાં આવે છે. શરીર, વાણી અને મનોવ્યાપારરૂપ પ્રવૃત્તિ એટલે યોગ. કષાય એટલે આવેગરૂપ માનસિક અવસ્થા. આશ્રવપ્રક્રિયા વડે કાશ્મણ વર્ગણાઓ જીવના આ ત્રિવિધ વ્યાપારથી આકર્ષિત થાય છે. આ કર્મ પુદ્ગલોનું આત્મા સાથે ક્ષીર ( ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118