Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
સૂત્રોનું સ્થાન તેથી વધુ વ્યાપક છે. તેનો અધિકારી વર્ગ નાનાબાળથી માંડીને વૃદ્ધ એવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘ છે. આવશ્યક સૂત્રો તેઓની નિત્યક્રિયામાં ઉપયોગી હોવાથી તેનું શ્રુતસાહિત્યમાં પ્રથમ સ્થાન છે.
જિનશાસનના હિત અર્થે શ્રી અરિહંતો અર્થથી શ્રતનું પ્રર્વતન કરે છે અને નિપુણ ગણધરો તેનું સૂત્રમાં ગુંફન કરે છે એ રીતે આવશ્યક નિર્યુક્તિમાં નિર્દેશ મળે છે. . આ શ્રુતજ્ઞાનનો વિસ્તાર આવશ્યક નિર્યુક્તિની તે પછીની ગાથામાં વર્ણવાયેલ છે. “સામાયિકથી માંડીને બિંદુસાર (ચૌદમું પૂર્વ) પર્વત શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર નિર્વાણ છે.”૧૨
આ પ્રમાણે સામાયિક જે ષડુ આવશ્યકનું પ્રથમ અધ્યયન છે તેનાથી શ્રુતનો પ્રારંભ ગણેલો છે. આવશ્યક સૂત્રોના કર્તા ઃ
આવશ્યક સૂત્રોના કર્તા કોણ? આવશ્યક સૂત્રો ગણધર કૃત છે એવી પારંપરિક માન્યતા છે. આ માન્યતાને આધારભૂત ગણી પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રકારોએ આ સૂત્રો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરિ કે બાલાવબોધ રચેલા છે.
કરેમિ ભંતે એ સામાયિક આવશ્યકનું મુખ્ય સૂત્ર છે. સાધુઓ માટે યાવસજીવ સામાયિકનું વિધાન હોવાથી દરેક તીર્થકરો તે સૂત્રનો ઉચ્ચાર અર્થથી નહિ પણ સૂત્રથી કરી પ્રવ્રજિત થાય છે. આ ઉપરાંત બધા ગણધરો આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ તેમની દીક્ષા સમયે અને દરરોજની ક્રિયાવિધિમાં આ આવશ્યક સૂત્રનો ઉચ્ચાર કરે છે.
આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિમાં શ્રુતજ્ઞાનના વિસ્તારમાં સામાયિક અધ્યયનથી ચૌદ પૂર્વોનો સમાવેશ કરેલો છે તે સિદ્ધ કરે છે કે આવશ્યક સૂત્ર અંગબાહ્ય હોવા છતાં આવશ્યક નિર્યુક્તિકાર તેને દ્વાદશાંગી અંગપ્રવિષ્ટ આગમો સાથે સમાવેશ કરે છે; જે તેનું કર્તુત્વ અન્ય સ્થવિરકૃત બીજી અંગબાહ્ય આગમકૃતિઓથી ભિન્ન હોવાનું સૂચિત કરે છે. ઠાણાંગસુત્ત નામના તૃતીય આગમમાં અંગબાહ્ય શ્રુતના આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એવા બે ભેદ પાડીને આવશ્યક ગણધરકૃતિ અને આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org