Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જ આવશ્યક અને પંચાચારની શુદ્ધિ :
ષડુ આવશ્યકો પંચાચાર કે જેનું વર્ણન પ્રથમ પ્રકરણમાં કરવામાં આવ્યું છે તેની વિશુદ્ધિ છે. પંચાચારનું પાલન એ મોક્ષમાર્ગનું આરાધન છે જે દ્વારા આત્મામાં અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ચતુઃ શરણ પ્રકીર્ણકમાં તેનાં વિધાનો મળે છે.
સપાપ પ્રવૃત્તિના ત્યાગથી અને નિષ્પાપ પ્રવૃત્તિના સેવનથી સામાયિક વડે ચારિત્ર ગુણની વિશુદ્ધિ થાય છે.' - જિનેશ્વરોના અતિ અદ્દભૂત ગુણ કીર્તન સ્વરુપ ચતુર્વિશતિસ્તવ વડે દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ગુણો છે, તેનાથી સંપન્ન ગુરુનો વિનય કરવાથી વિધિપૂર્વક વંદન વડે એ ગુણોની શુદ્ધિ થાય છે.
વળી (મૂલગુણ-ઉત્તરગુણોમાં) અલિત થયેલા આત્માની તે અલનાની વિધિપૂર્વક નિંદા, ગુરુસમક્ષ-ગહ અને આલોચના કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે. તેવા પ્રતિક્રમણ વડે તેની (મૂલગુણ અને ઉત્તરગુણોની) શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની શુદ્ધિ વ્રણચિકિત્સાપ કાયોત્સર્ગ વડે યથાક્રમ થાય છે.*
ગુણધારણરુપ પ્રત્યાખ્યાન વડે તપના આચારોની તેમજ વીર્યાચારોની સર્વપ્રકારો વડે એટલે સર્વઆવશ્યકોથી શુદ્ધિ થાય છે. ૧૦ આવશ્યક સૂત્રોની ઉપાદેચતા :
આવશ્યકસૂત્રોની ભાષા સર્વશ્રેષ્ઠ છે અને અર્થગંભીર છે. તેની રચના મંત્રમય છે. આના રચનાર કર્તાઓ સર્વશ્રેષ્ઠ ચારિત્રસંપન્ન, સર્વોત્તમ બુદ્ધિનિધાન અને લોકોત્તર કરુણાના ભંડાર હતા. આ પ્રકારની શ્રદ્ધા થયા વિના આવશ્યક સૂત્રોની ઉપાદેયતા સમજી શકાતી નથી. શ્રી અરિહંત પરમાત્માના મુખકમળથી નીકળેલાં અને શ્રી ગણધર ભગવંતોએ સર્વના હિત માટે એક અંતર્મુહૂર્તમાં રચેલાં સૂત્રોમાં શ્રી આવશ્યક સૂત્રોનું મૂલ્ય જૈનશાસનમાં અદકેરું છે. શ્રી ગણધરચિત દ્વાદશાંગી કેવળ મુનિગણને યોગ્ય અને અધિકારી પાત્ર માટે ઉપયોગી ગણેલ છે. જ્યારે આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org