Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
નિર્યુક્તિ આદિ. ૨. “કિ તત્ત” ના ઉત્તરમાં ભગવાન મહાવીર ઉપદિષ્ટ ત્રિપદી ઉપરથી રચાયેલ સૂત્રોને અંગપ્રવિષ્ટ-દ્વાદશાંગી રૂપ ગણેલ છે અને પ્રશ્ન વિના અર્થપ્રતિપાદક અને વિકીર્ણશ્રતને-અંગબાહ્ય ગણાવીઆવશ્યકાદિ સૂત્રોનું ઉદાહરણ છે. ૩. અંગપ્રવિષ્ટ-અવસ્થંભાવી શ્રત છે જે-દરેક તીર્થકરોના તીર્થમાં હોય છે. અંગબાહ્ય એટલે-દરેક તીર્થમાં નિયમથી ન હોનાર શ્રત. ઉદા. તંદુલdયાલિય પન્ના-આદિ.
પંડિતજીના અર્થઘટન પ્રમાણે પ્રથમ વ્યાખ્યામાં મૂલ આવશ્યકના કર્તા તરીકે ચોક્કસ સમર્થનનો અભાવ છે. બીજી વ્યાખ્યાનુસાર અંગબાહ્યના ઉદાહરણમાં આવશ્યકને દર્શાવી તેને વિકીર્ણ અને પ્રશ્ન વિના ઉપદેશ ઉપરથી રચિત ગણેલ છે. પરંતુ તેથી ગણધર કૃત હોવાનું અસંદિગ્ધ પ્રમાણ ઉપલબ્ધ બનતું નથી.
પારંપરિક અર્થઘટનથી મધ્યના બાવીસ તીર્થકરોના શાસનકાળમાં પણ આવશ્યક રચના અવયંભાવી છે જો કે તેનો ઉપયોગ અતિચાર લાગવાના કારણ ઉપસ્થિત થાય ત્યારે કરવામાં આવે છે. વળી પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં દૈનિક પ્રતિક્રમણધર્મ હતો તેને ધ્યાનમાં લઈએ તો તીર્થની સ્થાપના થાય તે દિવસથી જ ગણધરો પણ નિયમિત પ્રતિક્રમણ કરે છે તેથી પ્રતિક્રમણની આવશ્યકતા પ્રથમ દિવસથી જ પડે છે.
જૈનશાસ્ત્રોમાં અનેક સ્થળે “સામાયિક આદિ ચૌદ પૂર્વો ભણે છે : અથવા “સામાયિકાદિ અગ્યાર અંગો ભણે છે–આવા ઉલ્લેખો આવે છે
ત્યાં સામાયિક શબ્દથી માત્ર સામાયિક જ નહિ પણ સામાયિકની મુખ્યતાવાળું આવશ્યક સૂત્ર જ સૂચવાયું છે. આવશ્યક નિર્યુક્તિકારે પોતે જ પ્રશ્ન કર્યો છે. “તીર્થકરો તો કૃતકૃત્ય છે તો પછી તેમને સામાયિકાદિ અધ્યયનો કહેવાનું કારણ શું ?” એનો ઉત્તર પણ તેમણે જ આપ્યો છે.૧૮ “તીર્થંકર નામકર્મ મેં પૂર્વે ઉપાર્જન કર્યું છે તેને મારે ખપાવવું જોઇએ” એમ જાણીને શ્રી તીર્થકરો સામાયિકાદિ અધ્યયન કહે છે. અહીં “તુ' શબ્દથી અન્ય અધ્યયનો પણ ગ્રહણ કરવા એવી સ્પષ્ટતા શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યક ટીકામાં કરી છે. આવશ્યક સૂત્રનો રચનાકાળ :
આવશ્યક સૂત્રોની રચના ગણધરોએ ક્યારે કરી ? ભ. મહાવીરની શાસન સ્થાપના તેમના જીવનના બેંતાલીસ વર્ષો – અર્થાત્ છમસ્થ કાળપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org