Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 44
________________ આવે છે એટલું જ નહિ, એ અનાયાસ જ આવી જાય છે, તે માટે કોઈ વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. શાસ્ત્રીય પરિભાષામાં તેને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. કર્મબંધનું સૌથી સબળ સાધન મન, મનના અધ્યવસાય / પરિણામ છે. જો મન અશુભમાં પ્રવૃત્ત થાય તો તે જીવને સાતમી નરક સુધી લઈ જાય છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ ‘આધાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામી દિશામાં હોય છે.' (Action and reaction are equal and opposite) પ્રમાણે એ જ મન જો શુભ અધ્યવસાયમાં પ્રવૃત્ત થાય તો અનુત્તર વાસી દેવ પણ બનાવે અને શુદ્ધભાવ આવી જાય તો સકલકર્મનો ક્ષય કરી મોક્ષ પણ અપાવે છે. અપ્રમત્તભાવ, ઉપયોગ અર્થાત્ સતત જાગૃત અવસ્થા જ ધ્યાન છે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહ્યું કે ઉપયોગપૂર્વક ગોચરી લેવા જવું અને ઉપયોગપૂર્વક ગોચરી વાપરવી એ પણ અપ્રમત્તભાવ સ્વરૂપ ધ્યાન છે. માટે જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના છદ્મસ્થપર્યાય બાર વર્ષ, છ મહિના અને પંદર દિવસમાં પ્રમાદકાળ ફક્ત બે ઘડી/૪૮ મિનિટનો જ બતાવ્યો છે. જૈન ગ્રંથો પ્રમાણે મનોવર્ગણા સ્થૂળ છે અને આત્માને લાગેલ કર્મ સ્વરૂપ કાર્મણ વર્ગણા સૂક્ષ્મ છે. આમ છતાં મનોવર્ગણાના શુભ પુદ્ગલોની શક્તિ અચિંત્ય છે. કારણકે તેની સાથે આત્મા જોડાયેલો છે. આ આત્મા અધ્યવસાય દ્વારા મનોવર્ગણાના પરમાણુ સ્કંધને એટલા શક્તિશાળી બનાવે છે કે તે કાર્મણવર્ગણાને આત્માથી અલગ કરે છે. અને એટલે શ્રી આનંદઘનજી શ્રીકુંથુનાથ પ્રભુના સ્તવનમાં કહે છે : ‘મન સાધ્યું એણે સઘળું સાધ્યું'. આ રીતે ષડ્ આવશ્યક પૂર્ણપણે શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. દ્રવ્ય અલબત્ત, અહીં જે અધિકાર છે, તે ભાવ આવશ્યકનો જ છે. આવશ્યકનું જિનશાસનમાં કોઈ મૂલ્ય નથી. તેથી તેની કોઈ ચર્ચાને અવકાશ નથી. Jain Education International ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118