Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
સર્વવિરતિ આચારધર્મ : | સર્વવિરતિ ધર્મને સાધુ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ખંતથી ચુસ્ત રીતે પંચમહાવ્રતોનું પાલન, સમિતિ-ગુપ્તિનું પાલન તથા દશલક્ષણ ધર્મની સાધના કરવાની હોય છે. આ ઉપરાંત સંલેખનાનો સમાવેશ પણ અહીં સાધકની કક્ષાને લક્ષમાં રાખી કરવામાં આવ્યો છે. સામાયિકની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતો સકલ પ્રાણીઓના હિતના આશયનો અમૃત લક્ષણ સ્વપરિણામ એ સાધુધર્મ છે.
શ્રમણાચારના વ્રતોમાં કોઈ છૂટછાટ કે શિથિલતાને અવકાશ નથી. દરેક વ્રતનું નવકોટિથી પાલન કરવાની પ્રતિજ્ઞા આ ધર્મમાં લેવામાં આવે છે. આ વ્રત પાલન આજીવન કરવાનું હોય છે. પ્રથમ હિંસાવિરમણ વ્રત છે. બીજું મૃષાવાદ વિરમણ વ્રત છે. ત્રીજું અદત્તાદાન વિરમણ વ્રત છે. ચોથું મૈથુન વિરમણ વ્રત છે. પાંચમું અપરિગ્રહ વ્રત છે, જેમાં આસક્ત દશા-મૂચ્છને પરિગ્રહ ગણેલ છે. દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં રાત્રીભોજન વિરમણને છઠું વ્રત ગણવામાં આવ્યું છે.૧૦ - આ પાંચેય મહાવ્રતોના પાલનમાં સહાયક થાય તેવી પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટપ્રવચનમાતાનું આલેખન આપણને ઉત્તરાધ્યયન સૂત્રગત ૨૪મા અધ્યયનમાં મળે છે.૧૧ આચારમાં અપ્રમાદ (જાગરૂકતા) વિકસતી રહે તે માટે શ્રમણજીવનમાં પાંચ સમિતિઓ વિધાયક સાવધાની પૂરી પાડે છે. ત્રણ ગુણિઓના ત્રણ તબક્કા-સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મન વચન અને કાયાનું નિવર્તન સમાયેલું છે. દશલક્ષણા ધર્મમાં શ્રમણ જીવનના આચારોની મનોવૈજ્ઞાનિક ભૂમિકાનું આલેખન પ્રગટ થાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.૧૨
-ઉત્તમગુણોનું આચારપાલન એ સંવર દ્વારા કર્મોઢવોને રોકનાર પરિબળ છે. સાધુના જીવનમાં તો તેની જ મુખ્યતા હોય છે. દેશવિરતિ આચાર ધર્મ :
ભગવાન મહાવીરે દેશવિરતિ આચાર ધર્મનો ઉપદેશ પણ કર્યો છે. જે મનુષ્ય સર્વવિરતિ ધર્મની સાધનામાં સક્ષમ ન હોય તેને માટે દેશવિરતિનું વિધાન છે. શ્રાવક ધર્મની વ્યાખ્યામાં સાધુ ધર્મ પાળવાની અભિલાષારૂપ આશય પ્રધાનપણે રહેલો છે. ૧૩ શ્રીમદ્ રાજચન્દ્ર કૃત “અપૂર્વ અવસર કાવ્યની પ્રથમ પંક્તિમાં એ અભિલાષા દર્શાવી છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org