Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
આ પ્રકરણની શરૂઆતમાં બતાવ્યું તેમ સમત્વની થોડા પણ અંશે પ્રાપ્તિ થવી જરૂરી છે. આ સમત્વ રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય અલ્પ થયાં હોય તો જ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ પ્રકારના સમભાવને પ્રાપ્ત કરે છે, તેના શરીરમાંથી એ પ્રકારનાં કિરણો અથવા જૈવિક વીજચુંબકીય તરંગો પ્રવાહિત થાય છે કે તેના અવગ્રહમાં પ્રવેશનાર વ્યક્તિ પણ ઉપશાંત ભાવનો અનુભવ કરે છે. આવા પ્રકારની આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાની પ્રાપ્તિ પછી પ્રસ્તુત પ્રકરણમાં બતાવેલ અહિંસા અર્થાત્ જીવદયા, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારનું પાલન એ જીવ માટે સાવ સરળ અને સ્વાભાવિક બની જાય છે. પરિણામે જો એના ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો હોય તો સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે છે. આવા સર્વવિરતિધર સાધુ ભગવંતનું આભામંડળ એટલું શક્તિશાળી હોય છે કે તેમના સાંનિધ્યમાં આવનાર હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે અને એથી સાધુ-સંન્યાસી જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહેવા છતાં નિર્ભય અને અભય બની જાય છે. | સર્વવિરતિ સાધના કરવા માટે અસમર્થ વ્યક્તિ શ્રાવકાચાર-દેશવિરતિ ધર્મનું પાલન કરે છે. આ સાધના પણ વિરલ છે. ગૃહસ્થપણામાં રહીને આ પ્રકારની સાધનાથી દેવલોકના દેવો પણ પ્રભાવિત છે. આમાં તે જીવના આભામંડળની વિશુદ્ધતા બીજાને અવશ્ય પ્રભાવિત કરે છે. અલબત્ત, તેનો આધાર મોહનીયાદિકર્મના ક્ષયોપશય અને શુભકર્મના ઉદય વગેરે ઉપર છે.
છેલ્લે આવે છે સંલેખન. સંલેખના એ જીવન સાધનાનું ચરમ શિખર છે. જીવન અને શરીર પ્રત્યેના મોહનો ક્ષય થયો હોય તો જ સંલેખના થઈ શકે છે. સંલેખના દ્વારા મૃત્યુ પ્રાપ્ત કરનાર અલૌકિક, ઈન્દ્રિયાતીત આત્માનો અનુભવ કરી શકે છે.
આ રીતે જૈન આચાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. ઉપસંહાર :
જૈન ધર્મ આચાર પ્રધાન છે અને શ્રમણ તથા શ્રમણોપાસકના ઉપરોક્ત આચારોનું વર્ણન પ્રધાન આગમ ગ્રંથોમાં મળે છે. જૈનાગમોના પ્રથમ આગમનું નામ આચારાંગ છે જે સમગ્ર જૈન ધર્મની આધારશીલા રૂપ છે. ચરણકરણાનુયોગનું આચારાંગમાં વિશેષ મહત્ત્વ છે. ઉપાસક દશાંગમાં શ્રમણોપાસકો૯ દ્વારા શ્રાવક જીવનનું ચિત્ર દોરવામાં આવ્યું છે અને ખુદ ભગવાન મહાવીર દ્વારા તેમના આચારને પ્રતિષ્ઠા આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org