Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
નીરવત્ ભળી જવું એટલે બંધ. જો આ બંધ કષાય સહિત હોય તો તે સબળ-બળવાન બને છે. જો આ બંધ કષાય રહિત હોય તો તે નિર્બળ – બળ રહિત બને છે. નિર્બળ બંધથી સંસાર વધતો નથી. કર્મ આત્મા પરથી ખરી જાય છે તે નિર્જરા કહેવાય છે. તે બંધની પ્રક્રિયાથી સાવ વિપરિત પ્રક્રિયા છે. તે સમયે સંવર સાધવામાં આવે તો જીવમાં નવા કર્મોનું આગમન (આશ્રવ) અટકી જાય છે. યોગ વ્યાપારોને રૂંધવા અને કષાયજય કરવો એ આચારના અભિન્ન અંગરુપ માનવામાં આવે છે.
કર્મ સિદ્ધાંતમાં આઠ પ્રકારના કર્મોનો વિચાર કરવામાં આવે છે. યાર પ્રકારના ઘાતી કર્મોથી આત્માના ચાર મૂલ ગુણોનો ઘાત થાય છે. આ મૂલગુણો એટલે જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ (આનંદ). ચાર ઘાતી કર્મો - એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચાર અઘાતી કર્મો આત્માના મૂલગુણોનો ઘાત કરતાં નથી. તે બહુધા શરીર સાથે સંકળાયેલ છે. અઘાતી કર્મ પ્રકૃતિઓ એટલે વેદનીય, આયુ. નામ અને ગોત્ર. આત્માના ગુણોનો વિકાસ થાય એ માટે શ્રી તીર્થકરોએ પાંચ પ્રકારના આચારોનું વિધાન કરેલું છે. તેથી તે મા વાર મૂલગુણો પ્રગટાવવામાં સહાય મળે છે. રાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારોને પંચાચાર પણ કહેવાય છે. (૧) જ્ઞાનાચાર :
જ્ઞાન એટલે માહિતીનો સંગ્રહ એવો અર્થ થતો નથી. જેનાથી જીવને શું જાણવા યોગ્ય છે, (ય); શું ત્યજવા યોગ્ય છે (હય); અને શું ગ્રહણ કરવા યોગ્ય છે, (ઉપાદેય); તેનો મર્મ સમજાય તેવું જ્ઞાન અહીં અભિપ્રેત છે. આ જ્ઞાન આત્માને ઉપકારક ગણી શકાય. આ જ્ઞાનવિષયક આચારના આઠ અંગોનો નિર્દેશ નીચે કરવામાં આવ્યો છે.” કાળ : યોગ્ય સમયે ભણવું અને અયોગ્ય (અસ્વાધ્યાય) કાળે ન
ભણવું. વિનય : જ્ઞાન અને જ્ઞાનદાતા પ્રત્યે વિનયયુક્તભાવ. બહુમાન : વિનય ઉપરાંત પ્રતિપત્તિ (ભક્તિ-બહુમાન) દર્શક ભાવ. ઉપધાન : જ્ઞાનપ્રાપ્તિ સમયે કસોટી અને ગુપ્રાપ્તિ સમયે તપ સાથે
સાધના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org