Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
અનિવપણું : જ્ઞાનદાતા ગુરુને ઓળવવા નહિ. વ્યંજન : શુદ્ધ શબ્દોચ્ચારપૂર્વક, સ્કૂલના વિના ભણવું. અર્થ : શુદ્ધ અર્થની ધારણા કરવી. તદુભય
: શબ્દ અને અર્થ બન્નેની યથાર્થતા માટે મથવું.
વિરોધી અર્થઘટન ન થાય તે માટે સાવચેત રહેવું. જ્ઞાનાચારના પાલનથી જીવ સત્યનું યથાર્થ આકલન કરી શકે છે. આ પ્રકારની જ્ઞાનપ્રાપ્તિ વસ્તુતઃ આત્મપ્રાપ્તિ ગણી શકાય. જે જ્ઞાન વિરતિમાં પરિણમે તેને જ સાર્થક ગણેલ છે. જ્ઞાનમાં રાગ કે દ્વેષ ભળે તો એ
જ્ઞાનાચાર કહી ન શકાય. જ્ઞાનાચાર જીવની આંતરિક જ્ઞાનજયોતિને }આવરણ વિહીન કરવાની સાધના છે. (૨) દર્શનાચાર :
દર્શનનો સામાન્ય અર્થ થાય “જોવું, આંખથી થતો બોધ. વસ્તુને જોવાથી તેના વિષે આપણામાં એક માન્યતાનું આરોપણ થાય જે ધીરે ધીરે શ્રદ્ધામાં ફેરવાય છે. દર્શનનો જૈનસમ્મત અર્થ એટલે શ્રદ્ધા, વસ્તુની અલપઝલપ ઝાંકી કે સામાન્ય ઈન્દ્રિયજન્ય બોધ કરતા દર્શન ઘણો અર્થવિસ્તાર ધરાવે છે. તેનો આચાર એટલે દર્શનાચાર, તેના આઠ અંગો નીચે પ્રમાણે છે."
નિઃશંકતા : જિનવચન અને તેના પ્રણેતામાં નિઃસંદેહભાવ નિષ્કાંક્ષતા : વ્યક્તિગત આકાંક્ષાઓનું અનસ્તિત્વ. નિર્વિચિકિત્સા : દોષ યા દોષો પ્રત્યે એક ચિકિત્સકની દ્રષ્ટિથી
ઉપચારભાવ. અમૂઢદ્રષ્ટિતા : જિનદર્શનસમ્મત રચના કે પ્રક્રિયાથી વિપરિત
મુગ્ધદ્રષ્ટિનો ત્યાગ. ઉપબૃહણા : જિનસમ્મત તત્ત્વોની મનમાં ઉચ્ચ બહુમાનયુક્ત ધારણા. સ્થિરીકરણ : વિચલિત થતા આત્માને પુનઃ જિનસમ્મતભૂમિકામાં
સ્થિર કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org