Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
વાત્સલ્ય : જિનસમ્મત સર્વ અંગો પ્રત્યે અપૂર્વ વાત્સલ્યભાવ પ્રભાવના : જિનદર્શનના અપૂર્વભાવો પ્રત્યે અન્યોનું આકર્ષણ વધારવું.
આ પ્રમાણે દર્શનાચાર સત્યાગ્રાહી દ્રષ્ટિ કેળવી સંકલેશયુક્ત અભિગમોને તિલાંજલિ આપે છે. સમ્યગ્દર્શનની ધર્મના મૂળ તરીકેની પ્રતિષ્ઠા અકારણ નથી. આવું શ્રદ્ધાયુક્ત જ્ઞાન જીવને વિરતિ તરફ લઈ જાય છે. (૩) ચારિત્રાચાર :
ચારિત્ર હંમેશા દર્શન તથા જ્ઞાન પછી આવે છે. અર્થાત્ આત્માને જોયા અને જાણ્યા પછી તેના શુદ્ધિકરણની પ્રક્રિયાનું સ્થાન છે. તે પ્રક્રિયા ચારિત્રાચારની ઘાતક છે. શુદ્ધિકરણ કષ્ટસાધ્ય છે તેથી તેમાં અસિધારા સમાન વ્રતોનું ગ્રહણ અને નિયમોનું પાલન રહેલું છે. અષ્ટપ્રવચનમાતાપાંચસમિતિ અને ત્રણગુતિપૂર્વકનો જીવન વ્યવહાર ગોઠવી સંવરની સાધના વિકસાવવી અને આશ્રવનું આગમન રોકવું, એ તેનો પ્રધાન આશય છે. તેના આઠ અંગોનું વર્ણન નીચે પ્રમાણે છે.”
ઈર્યાસમિતિ : જયણા કે યતનાપૂર્વક ચાલવું, બેસવું કે ઉઠવું. ભાષાસમિતિ : યતનાપૂર્વક બોલવું, સત્ય, હિતકારી અને
પ્રિય-પથ્ય વચનો બોલવાં. એષણાસમિતિઃ યતનાપૂર્વક જરૂરિયાતની વસ્તુ ગ્રહણ કરવી, મૂકવી. આદાનસમિતિ : વસ્તુના વપરાશમાં ઉદ્ગમ/ઉત્પાદન દોષોથી બચવું. પારિષ્ઠાપનિકાસમિતિ : નિરુપયોગી વસ્તુઓનો ત્યાગ યતનાપૂર્વક
કરવો. મનોસુમિ : મનનો સંયમ વચનગુમિ : વચનનો સંયમ કાયમુક્તિ : કાયાનો સંગમ
ચારિત્રાચારના પાલનથી સાધકમાં અનાશંસા, અભય, સમત્વ, સંયમ, નિગ્રહ, ધ્યાન અને અપ્રમાદના ગુણોનો આવિર્ભાવ થાય છે, અને કામનાઓ, ભય, આવેગો, ઈન્દ્રિયોની પરવશતા, અસમાહિત ચિત્તવૃત્તિઓ અને અજાગૃતિ તિરોહિત થાય છે. અહીં વ્યવહાર દ્રષ્ટિની પ્રધાનતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org