Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan
Author(s): Jawaharlal Popatlal Shah
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
અહોભાવ અને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે તેઓ પ્રત્યે સ્વાભાવિક જ નમસ્કાર થઈ જાય છે. એટલે સામાયિક પછી તુરત ‘ચતુર્વિશતિસ્તવ’ મુક્યું છે.
તીર્થંકર પરમાત્મા પછી તુરતનું સ્થાન ગુરુ મહારાજનું છે એટલે તેમના પ્રત્યેનો વિનય-ભક્તિ-બહુમાન વ્યક્ત કરવા માટે ‘વંદનક’ આવશ્યક મુક્યું છે. વળી પાપથી પાછા હઠવાની પ્રક્રિયા સ્વરૂપ પ્રતિક્રમણ હંમેશાં ગુરુની સમક્ષ, ગુરુની સાક્ષીએ કરવાનું હોય છે. આ ક્રિયા કરતાં પૂર્વે અવશ્ય તેમને વંદન કરવું જોઈએ તેથી પ્રતિક્રમણ પૂર્વે ‘વંદનક’ આવશ્યક મૂકવામાં આવ્યું છે.
‘પ્રતિક્રમણ’ આવશ્યકમાં ગુરુની સમક્ષ ભૂતકાળમાં થયેલા પાપોની કબુલાત કર્યા પછી ગુરુ ભગવંત એ પાપોના પ્રાયશ્ચિત રૂપે તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન કરવાનું કહે છે. તેના પ્રતીક સ્વરૂપે દૈનિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રાયશ્ચિત તરીકે અનુક્રમે પચાસ શ્વાસોચ્છવાસ પ્રમાણ બે લોગસ્સ, ત્રણસો શ્વાસોચ્છવાસ પ્રમાણ બાર લોગસ્સ, પાંચસો શ્વાસોચ્છવાસ પ્રમાણ વીસ લોગસ્સ અને એક હજાર આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ ચાલીસ લોગસ્સ અને એક નવકારનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. ધ્યાન સ્વરૂપ આપ્યંતર તપ અગ્નિ સમાન છે. તેનાથી પાપ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે. પણ કાયોત્સર્ગ તો તેના કરતાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ કરે છે. કાયોત્સર્ગ સર્વ પ્રકારનાં, બાહ્ય-આત્યંતર તપમાં સૌથી શ્રેષ્ઠ તપ છે કારણ કે કાયોત્સર્ગથી આત્માનો શરીર સાથેનો સંબંધ તૂટી જાય છે. આવી ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ કાયોત્સર્ગ વગર શક્ય નથી.
ભૂતકાળમાં કરેલ/થયેલ પાપોનું મિથ્યા દુષ્કૃત દઈ તે માટેના પ્રાયશ્ચિત સ્વરૂપે કાયોત્સર્ગ રુપ આપ્યંતર તપ કર્યા પછી એ પાપો ભવિષ્યમાં પુનઃ ન થાય તે માટેનું પ્રત્યાખ્યાન કરવું જરૂરી છે તેથી સૌથી છેલ્લે ‘પ્રત્યાખ્યાન' આવશ્યક મુક્યું છે.
આ રીતે છ આવશ્યકનો ક્રમ પણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને આત્માના ગુણોની એ જ ક્રમથી પ્રાપ્તિ કરાવનાર છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ષડ્ આવશ્યક મહત્ત્વપૂર્ણ છે. ષડ્ આવશ્યક જેના જીવનમાં આવી જાય છે તેનો અન્ય વ્યક્તિ પ્રત્યેનો ભાવ, આચાર
Jain Education International
xviii
For Private & Personal Use Only
www.jainelibrary.org