________________
હેત સાગર છે ને હૈયું જામ છે રાત દિ’ હોઠે તમારું નામ છે વાત રસ્તે કેમ પૂરી થઈ શકે? બે ઘડી નહિ જિંદગીનું કામ છે.
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર? કાંટાની અદાલત બેઠી કાં લેવાને જૂબાની ફૂલોની? તું “શૂન્ય' કવિને શું જાણે ? એ કેવો રૂપનો પાગલ છે! રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. અસરળ શાયરીxx
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org