________________
આંગળી આવી સરળતાથી ન ફેરવ ઝુલ્ફમાં, એક દિવસ આખા જીવનની એ જ ઉલઝન લાગશે. સાંપડી છે એટલી ઉજ્જડ જગા બેફામને, ફૂલ બે મૂકશો કોઈ તો એય ઉપવન લાગશે.
ઓ હૃદય ! તારી વ્યથા મારી વ્યથા છે કિન્તુ તું જે ચાહે છે એ અરમાન હું ક્યાંથી લાવું ? એમના નયનના જેવી જ હો મસ્તી જેમાં –
એ મદિરા અને એ જામ હું ક્યાંથી લાવું ? મારી હથેળી જોઈને કો'એ કહ્યું હતું, “સઘળાં સુખો લખેલ છે તારા નસીબમાં”, તોયે તને હજી સુધી પામી શક્યો નથી,
“મારો વિરહ લખ્યો હશે” તારા નસીબમાં ! અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org