Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 126
________________ બાગમાં ગુલને બદલે ખાર લઈને જાઉં છું, આટલો સંસારમાંથી સારું લઈને જાઉ છું. વાસ્તવિકતા જે અહીં કહેવાય છે તે એ જ છે, જે હું મારાં સ્વપ્નનો ભંગાર લઈને જાઉં છું. ઓ મને ઉંચકી જનારાઓ જરા સંભાળજો, કે હું આ આખા જગતનો ભાર લઈને જાઉં છું. આવી મરણ સમય કહ્યું : ભૂલી જજો મને ? મતલબ કે એની યાદ એ તાજી કરી ગઈ ? છે એ ય ગનીમત જરા મીઠું હસી હસી, પંપાળી, મારા મોતને રાજી કરી ગઈ. છે કે છે આમ તો વિદાયમાં જ “આવજો” કહ્યું, પણ પ્રેમવાણી મર્મભરી હોય પણ ખરી. સસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130