Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 113
________________ છે ફૂલની ફરિયાદ સાંભળશે બધાં, કંટકોને પણ કચેરી જોઈએ, આંકવા હમદમ ગઝલની આબરૂ, શબ્દનો કોઈ ઝવેરી જોઈએ. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. • ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઈ જાય છે, તો સમજ્યા વિના અમને બધું સમજાઈ જાય છે. • ગુલોની, જામની, જાપની અને ઝંકારની વાતો તમો છો તો આ મહેફિલમાં થવાની પ્યારની વાતો. અલીસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130