Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 118
________________ - થોડા વિચાર મારા વિશે પણ કરી લઉં, ફુરસદ મને મળે જો તમારા વિચારથી. તમારા વાયદાનો એમ ઈતબાર તો કર્યો, નહોતા આવવાના તોય ઈન્તજાર તો કર્યો. - એકેક ફૂલ બાગથી ચૂંટી ગઈ હશે, નક્કી કે પાનખર બધું લૂંટી ગઈ હશે, લાલાશ ઊતરી આવી છે સંધ્યાની આંખમાં, મેંદી કોઈના હાથની છૂટી ગઈ હશે. - ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો બનાવ્યું છે જગત એકે, અને બીજો એને બગાડે છે. • એમ હું ભટકી રહ્યો રસ્તા વગર કોઈ કાગળ હોય સરનામા વગર. સરળ શાયરી A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130