Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 117
________________ લાખ પત્રો લખ્યા હશે ત્યારે, એક લીટી જવાબમાં આવી. પ્રેમનો દાખલો ફરી માંડો, ભૂલ પાછી હિસાબમાં આવી. ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય, દર્દ આપો તો જરા જોઈ વિચારી આપો. ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે, એ કહે છે કે મને ચાંદ ઉતારી આપો ! • સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઈ. મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે, જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ. સરળ શાયરી Jain Education International ૧૦૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130