Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 116
________________ આ છે પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. • મળી છે ફૂલ પર સરસાઈ અમને એક બાબતમાં અમે પ્રેમીઓ મોસમ સાથે બદલાઈ નથી શક્તા પતનમાં પણ અમારો એજ પ્રેમાળ ચહેરો છે, અમે ફૂલો જેમ કંઈ કરમાઈ નથી શક્તા. • એ જ હાથોમાં છે મારી જિંદગી, સાચવી જ ના શક્યા મેંદીનો રંગ. - વર્ષો પછી મળ્યાં, તો નયન ભીનાં થઈ ગયાં, સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો, છે આજ મારા હાથમાં મેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130