________________
સૂરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી, હિસાબ એનો દુનિયાને શું કામ દઈએ, અમારી હતી જિન્દગાની અમારી, ગુજારી અમે તે ગમે ત્યાં ગુજારી.
પ્રણયમાં કોઈ શુદના તો કોઈ વદના ચાંદ, ગગનમાં રૂપનાં રહે છે અનેક કદના ચાંદ. છે એજ દુઃખ કે મળો છો વરસમાં એક વખત, નહીં તો આપ છો સૌ ચાંદમાં શરદના ચાંદ.
સરળ શાયરી
♦ મને એ ખબર છે કે એની સભામાં, ગણતરી નથી હોતી મારી કશામાં, પરંતુ છુપો એની આંખોમાં આદર, એ શું કોઈ સમજે, એ શું કોઈ જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org