________________
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. કંટકની માવજતમાં અચાનક ઘણી વખત ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં, પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.
ઉપેક્ષા નથી કયારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે, શરાબીની યૌવનમાં સોબત કરી છે, ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org