________________
તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે; ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે. ઉપસ્થિત તમો છો તો લાગે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે! તમે જો ન હો બધા કહી ઊઠે કે, વિધાતાની કયાંયે કસર થઈ ગઈ છે.
• સમંદરની ઊછળતી ઊર્મિઓ પાગલ બની ભટકત પ્રબળ મોજાં ઝીલી એનાં કિનારે લાજ રાખી છે. નહીં તો કોણ સૂરજના કિરણને દેત આલિંગન પૂરી સિંદૂર સેંથીમાં સવારે લાજ રાખી છે.
સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org