________________
અલ્લાહ તો કરે છે બધાની દુઆ કબૂલ, પણ મારા માગવામાં અસર લાગતી નથી.
• દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં,
તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં. જયાં ત્યાં પડી જતા, એ હતી પ્યાસની અસર, પીધા પછી કદીય અમે લડખડ્યા નહીં.
કુદરતની છે કમાલ, ચમનમાં જે ફૂલ છે; કાંટા મૂકયા છે સાથમાં બસ એ જ ભૂલ છે. શ્રદ્ધા મને છે એટલી તારી દયા ઉપર, કીધાં નથી મેં પાપ જે એ પણ કબૂલ છે. મારા મરણ ઉપર, ને રડે આટલાં બધાં? બેફામ જિન્દગીનાં બધાં દુ:ખ વસૂલ છે.
૪ સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org