________________
સમ્યગ્દર્શન - ભૂમિકા
૧. ભૂમિકા :
અનાદિકાળથી આ આત્માએ પોતાનું ખરું સ્વરૂપ જાણ્યું નહિ, તેથી સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન થયું નહિ, સ્વને પરરૂપે માન્યો અને પરને સ્વરૂપે માન્યું. તેથી બાહ્ય પદાર્થો તરફ તીવ્ર મમત્વબુદ્ધિ થઈ. શરીરાદિ પર દ્રવ્યોને પોતાના માન્યા તથા તેમાં અહંબુદ્ધિ અને મમત્વ કરીને અત્યંત આસક્તિપૂર્વક આ જીવ પ્રવર્તો. જીવનું અનાદિકાળનું આ અગૃહિત મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવને મૂળ નિગોદસ્થાનથી જ ચાલ્યું
આવે છે
૧
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અસંજ્ઞી સુધી તો જીવને પોતાનું હિત શું છે અને અહિત શું છે તેનો વિચાર કરવાની શક્તિ જ પ્રાપ્ત થઈ નથી.
પંચન્દ્રિય સંજ્ઞી થયો, મનુષ્ય બન્યો, મંદ કષાય અને જ્ઞાનના ઉઘાડ વડે પોતાનું હિત-અહિત શું છે તેનો વિચાર કરવા યોગ્ય શક્તિ પ્રાપ્ત થઈ. અહીં પણ ‘વસ્તુ સ્થિતિનું સ્વરૂપ જેમ છે તેમ ન જાણતાં, એને વિપરીત રીતે માન્યું’ આ ગૃહીત મિથ્યાત્વ છે. તે અગૃહીત મિથ્યાત્વમાં ભળીને તેને દૃઢ કર્યું. આ કારણે જીવ અનાદિકાળથી સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતો રહ્યો.
પ્રાણી માત્રને વિકાસના અને આત્મશ્રેયના અંગોનો યોગ મળવો અત્યંત દુર્લભ છે. મનુષ્યપણું પ્રાપ્ત થવું તેનાથી પણ દુર્લભ છે. તેમાં પણ સદ્ગુરુનો યોગ થવો તથા સદ્ધર્મનું શ્રવણ કરી, ચિંતન, મનન કરી, શુદ્ધાત્મ તત્ત્વનું સ્વરૂપ સમજી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું એટલે સમ્યગ્દર્શન પ્રગટાવવું અતિ અતિ દુર્લભ છે.
ભરતક્ષેત્ર અને આર્યદેશમાં મનુષ્ય તરીકે જન્મ પામીને તીર્થંકર પ્રભુની વાણીનો યોગ થવો અને તે પછી પણ જો પ્રચંડ પુરુષાર્થ ન કરે તો સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ અત્યંત અત્યંત દુર્લભ છે. તેથી જો જીવ આ મનુષ્ય ભવમાં સમ્યક્ત્વ પ્રગટાવવાનો પુરુષાર્થ ન કરે તો સંસારચક્રમાં પરિભ્રમણ કર્યા કરે અને મનુષ્યપણાની કાંઈ સાર્થકતા થાય નહિ. આ રત્નચિંતામણી જેવો મનુષ્ય ભવ ફોગટ ચાલ્યો જાય. માટે ભવ્ય આત્માઓ આવા અત્યંત કિંમતી મનુષ્ય ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની પ્રેરણા પામે એ માટે ‘સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ’ સમજવાની અત્યંત આવશ્યકતા છે, અનિવાર્યતા છે.
ગુરુગમ્ય આત્મતત્ત્વને, જેવી રીતે અરિહંત પ્રભુએ એમના જ્ઞાનમાં અને અનુભવમાં તેનું મૂળ સ્વરૂપ જાણ્યું છે અને ભાખ્યું છે, તેને શુદ્ધ સ્વરૂપે ઓળખવામાં આવે; તેવી જ પ્રતીતિ વર્તે અને તેની પ્રાપ્તિની એક માત્ર ભાવના કરવામાં આવે તો જ સમ્યગ્દર્શન પ્રગટે.
જ
આત્મસ્વરૂપની સાધના સ્વ સ્વરૂપલક્ષે જો કરવામાં આવે તો સ્વરૂપની પ્રાપ્તિ થવી સહજ અને સરળ છે. ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.......!'
આ કથન બહુ સાદું લાગે છે પણ એમાં અગાધ સમુદ્ર તત્ત્વનો ભરેલો છે. અનાદિના દુઃખનું મૂળ આ