________________
જો...! જો...! જો...!
જો તને અતીન્દ્રિય આનંદ અને અંતરની સાચી શાંતિ જોઈતી હોય તો મારી સામે શું જુએ છે ? તારી સામે જો. તું સ્વયં અનંત જ્ઞાન અને અનંત આનંદનો પિંડ પરમાત્મા છે. આજ દિવસ સુધી તેંજ્ઞાનઅને આનંદની ખોજ પરમાં જ કરી છે, પરની શોધમાં એટલો વ્યસ્ત રહ્યો છે કે હું કોણ છું ? હું છું ? જાણવાનો અવસર જ પ્રાપ્ત થયો નથી. મારી સામે આંખો ફાડી ફાડીને શું જોઈ રહ્યો છે ? તારી સામે જા ! એક વાર જિજ્ઞાસાથી પોતાની તરફ જો !! જાણવા લાયક એકમાત્ર આત્મા જ છે, તારો પોતાનો જ આત્મા છે. આ આત્મા શબ્દોથી સમજાવી શકાય એવો નથી, એને વાણીથી બતાવી શકાય એમ નથી. આ શબ્દજાળ અને વાણી વિલાસથી પર છે, આ માત્ર જાણવાની વસ્તુ છે, અનુભવગમ્ય છે. આ અનુભવગમ્ય આત્મવસ્તુ જ્ઞાનનો પિંડ અને આનંદનો કંઠ છે. એટલે સમસ્ત પરપદાર્થો, એના ભાવો અને પોતાના આત્મામાં ઉત્પન્ન થતાં વિકારીઅવિકારી ભાવોથી પણ દષ્ટિ હટાવી એક વાર અંતરમાં ડૉકિયું કર. અંતરમાં જૉ ! જો ! જો!