________________
તરીકે સાથે રહી માસિક ઘણી જ સારી રકમને સદ્વ્યય દુખથી સિઝાતા કુટુંબના પિષણાર્થે કરાવતા. આ પ્રમાણે સેંકડે જૈન કુટુંબના રક્ષણાર્થે મદદગાર બનેલ આ શેઠ મોહનલાલ હેમચંદ્ર સ્થિતિસંપન્ન હોવા છતાં તદ્દન નિરાભિમાની, મલતાવડા સવભાવના, હસમુખા અને દુઃખીઓની દાઝ જાણવામાં ખરેખર પ્રભુતામય પદને ધારણ કરનારા બન્યા છે. જેથી તેઓની આ પ્રકારની સેવા ખરેખર અનુકરણીય ગણાય. આ પ્રમાણેની ગુપ્ત સેવાઓ વર્ષો સુધી કરવા છતાં તેમણે કોઈ પણ જાતનાં માનચાંદ મેળવવાની કે ઇકાલ ધારણ કરવાની આજaધીમાં આશા રાખી નથી. જ્યારે જ્યારે દુખીઓને મદદ કરવાના પ્રસંગેનો લાભ તેમને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે તેઓ અાંખના પલકારામાં ઉદાસ્તાથી સહાયક બને છે. આનું નામ તે સમાજસેવા, અનેક સંસ્થાઓ સાથે તેઓનો સંબંધ.
મુંબઈની જૂનામાં જૂની “જેન એશોશિએશન ઓફ ઈન્ડીયા ” નામની સંસ્થાના તેઓ હાર્દિક આત્મા તુય હતા. શ્રી શાંતિનાથજી મહારાજ જૈન દેરાસર અને જૈન વિદ્યાશાળાના તેઓ ખાસ ટ્રસ્ટી હતા. શ્રી દેવસર જૈન સંઘના શ્રી ગેડી પાશ્વનાથજી દેરાસરના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તેઓએ ઘણા વર્ષો સુધી તે સવારના બે કલાક હાજર રહી અપૂર્વ સેવા બજાવી છે. પિતાની અશકત તબીયતના કારણે તેઓ લગભગ ૧૦ વર્ષ છૂટા થયા હતા. વર્ગસ્થ આ ભાગ્યાત્માના સ્થલ આત્માને સદા શાંતિ અને ઊંચગતિ પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરી વિરમું છું.
મંગળદાસ ઝવેરી,
-
:
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com