Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
૧૩
છું કે જાહેર લાઈબ્રેરી, વિદ્યાપીઠો, જ્ઞાનભંડારા વિગેરે સંસ્થાએ મને સક્રિય મદદ કરે. ભલભલા અનુભવી અને કસાયેલા લેખકને હાથે પણ ભૂલ થઈ જવાના સંભવ છે તેા મારા જેવા ઇતિહાસ— ગ્રંથના પ્રથમ લેખક અને છદ્મથને હાથે શાસ્ત્રીય અવતરણામાં, ભાવામાં કયાંય કાઈપણ ભૂલ કાઈપણ વિદ્વાનને જણાય તા મને લખી જણાવે કે જેથી આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિમાં સુધારાવધારા કરી શકાય. દ્મસ્થ આત્મા હમેશાં ભૂલને પાત્ર છે.
આભારઃ—
kk
""
મારે નિવિ`વાદપણે સ્વીકારવુ જોઇએ કે આ ગ્રંથના સર્જનમાં ઇતિહાસપ્રેમી કલ્યાણુવિજયજીવિરચિત વીર નિર્વાણુ સંવત્ ઔર જૈન કાળગણના નામનું પુસ્તક અતિશય ઉપયેગી થઈ પડયું છે. તે માટે તેમનેા અત્રે આભાર માનું છું. આ ઉપરાંત પન્યાસશ્રી પ્રીતિવિજયજી ગણિવર, તેમજ પન્યાસશ્રી કલ્યાણુવિજયજીએ મને શાસ્ત્રીય શહાદતા પૂરી પાડી છે તે માટે તેમને પણ હું ઋણી છેં. આ ઉપરાંત મને પ્રાત્સાહન આપનાર પ્રખર વક્તા વિદ્યાવિજયજી, મુનિરાજશ્રી જ્ઞાનસુંદરજી, મુનિરાજશ્રી દર્શનવિજયજી ( ત્રિપુટી ), સાક્ષરવર્ય પુણ્યવિજયજી તથા ગુલાબમુનિ વિગેરેના જો હું આભાર ન માનુ તા કૃતઘ્ધી જ લેખાઉં. આ ઉપરાંત મને સ ંપ્રતિ સબંધે પાતાના અભિપ્રાયા આપનાર તથા મારા કેટકમય મા'માં પણ મા દશક બની આશાનું કિરણુ ખતાવનાર શાસનસ્તંભ સૂરીશ્વરા આ. શ્રી વિજયનીતિસૂરિ, આગમાહારક આ. શ્રી સાગરાનંદસૂરિ, આ. શ્રી વિજયપ્રેમસૂરિ, આ. શ્રી વિજયવલ્લભસૂરિ, વયેાવૃદ્ધ આ. શ્રી વિજ્મસિદ્ધિસૂરિ વિગેરે વિગેરેના ઉપકાર તળે હું દખાએલો છું. આ ઉપરાંત આ. શ્રી જિનઋદ્ધિસૂરિએ તેમજ તેમના શિષ્ય શ્રી ગુલામમુનિજીએ મને સારા પ્રમાણમાં સાહિત્ય-સામગ્રી પૂરી પાડી પ્રાત્સાહન આપ્યુ છે તે માટે તેમને પણ આભાર માનવાની આ તક હું જતી કરી શકતા નથી.
તેવી જ રીતે શ્રી થાણા જૈન સંધના પણ હું અત્યંત આભારી છું, કારણ કે થાણા જૈન સંધમાં મુનિમ તરીકેની જવાબદારીભરી નેાકરી કરવા છતાં અત્યંત કામના જરૂરી પ્રસંગેામાંથી નિયમિત સવારથી અપાર સુધીનેા વખત સાહિત્યસેવા અર્થે તથા સમાજસેવા બજાવવાના ઉપયોગમાં લેવા છૂટ આપી હતી એટલું જ નહિ પણ થાણા જ્ઞાનભંડારની અપૂર્ણ પ્રાચીન કૃતિઓને આ ગ્રંથના અંગે ઉપયોગ કરવા દીધે છે. આ ઉપરાન્ત જોઈતી દરેક જાતની સહાયતા આપી છે તે માટે હું શ્રી થાણા જૈન સંધને અત્યંત ઋણી હ્યું.
મારા આ કાર્યના પ્રારંભથી તે અંત સુધી પૂરેપૂરા સહકાર આપવા માટે બંધુ–મેલડી શાસ્ત્રી ગજાનંદ ઊર્ફે ગીજુભાઇ કૃષ્ણારામ તથા જમીએતરામ કૃષ્ણારામને તેા હું ભૂલી શકુ તેમ નથી. તેઓએ રાત કે દિવસની ગણત્રી કર્યા વગર મને લેખનકા તેમજ શાસ્ત્રીય સંશાધનમાં મદદ કરી છે અને કેટલેક સ્થળે પાતાના અનુભવનેા પણ ઉપયાગ કરી મારા માર્ગોમાં મદદગાર નીવડયા છે; એટલું જ નહિ પરંતુ પ્રાકૃત, માગધી, અંગ્રેજી તથા સંસ્કૃત સાહિત્યને ગ્રંધારૂઢ કરવામાં તેમજ ભાવા સમજાવવામાં અપૂર્વ સહાયતા આપી છે, જે બદલ તેમને જેટલા આભાર માનુ તેટલા એ છે. આ પુસ્તકના પ્રથમાવૃત્તિના ૧૦૦૦ નકલના પ્રકાશનમાં આર્થિક સહાયતા આપનાર શા. ખેંગારજી હીરાજીની પેઢીવાળા ભાઇશ્રી પાખરાજ ખેંગારજી તેમજ શા. તારાચંદ વનાજીની પેઢીવાળા ભાઈશ્રી જુવાનમલજી કસ્તુરચંદજીના તા હું જેટલા આભાર માનુ તેટલા એ જ છે; કારણ કે તેમની સહાયતા વિના મારું આ કામ ખારભે પડયુ હત. તેએની સમક્ષ આ બાબત વાર્તાલાપ કરતાં વિના વિલંબે તેઓએ મારી માગણી સ્વીકારી મને આર્થિક સહાય આપી છે.