________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧ બતાવવા વડે તેમનો મહાન ઉપકાર થાઓ, અને તેમના ઉપકારપૂર્વક પોતાનો પણ ઉપકાર થાઓ તે પ્રમાણે પ. પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા માને છે. તેથી તેઓશ્રીએ પ્રસ્તુત સમ્મતિતર્કપ્રકરણ નામના ગ્રંથરત્નની રચના કરેલ છે.
વળી, દુઃષમાકાળ રાત્રિ જેવો છે અને રાત્રિના કાળને કારણે બધા લોકોના હૈયામાં અંધકાર વ્યાપ્ત થયેલો છે. આવા અંધકારના વિધ્વંસક પ્રસ્તુત ગ્રંથકારશ્રી પ. પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ છે. તેથી સિદ્ધસેનદિવાકર' એ પ્રકારનું તેમનું નામ યથાર્થ અભિધાનસ્વરૂપ છે.
વળી, ગ્રંથકારશ્રી ભવ્યજીવોને ભગવાનના શાસનમાં અવતાર કરાવવા અર્થે અને તેના દ્વારા પોતાનો ઉપકાર કરવા અર્થે તેના ઉપાયભૂત સમ્મતિ નામના પ્રકરણની રચનામાં પ્રવર્તમાન છે. આમ છતાં શિષ્ટ પુરુષો કોઈપણ ઇષ્ટવસ્તુમાં પ્રવર્તે ત્યારે પોતાને અભિષ્ટ દેવતાવિશેષના સ્તવનપૂર્વક પ્રવર્તે છે. તે પ્રમાણે શિષ્ટોના આચારના પરિપાલનમાં તત્પર એવા ગ્રંથકારશ્રી પણ મંગલાચરણરૂપે પ્રથમ ગાથા કહે છે.
શિષ્યોના આચારના પરિપાલનરૂપે જે મંગલાચરણની પ્રથમ ગાથા કહી તેનાથી પોતાના આત્મામાં પ્રગટ થયેલ જે શુભભાવ, એ રૂપી અત્યંત બળતો અગ્નિ, તેનાથી ઘણા ક્લિષ્ટ કર્મો નાશ પામે છે અને તેનાથી આવિર્ભત વિશિષ્ટ પરિણતિથી પ્રભવ પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિ છે તેમ જાણતા પ. પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મંગલાચરણરૂપે પ્રથમ ગાથા કહે છે. તેથી એ ફલિત થાય કે ગ્રંથકારશ્રી પણ પ્રથમ ગાથામાં કરાયેલ મંગલાચરણ દ્વારા વિશિષ્ટ શુભભાવની પ્રાપ્તિ કરે છે અને તેનાથી તેમના હૈયામાં ભગવાનના શાસનના પદાર્થો વિશિષ્ટ રીતે ફુરણ થાય છે, જેના કારણે જે પ્રકારના ઉત્તમ આશયથી પ્રસ્તુત ગ્રંથરચનાનો ગ્રંથકારશ્રીનો સંકલ્પ છે એ પ્રમાણે પ્રસ્તુત પ્રકરણની પરિસમાપ્તિ તેઓ કરી શકશે એમ જાણીને ગ્રંથકારશ્રી પ્રસ્તુત મંગલાચરણ કરે છે.
વળી, આ મંગલાચરણમાં ગ્રંથકારશ્રીએ તીર્થકરોને સ્મરણ કર્યા નથી, પરંતુ શાસનની સ્તવના કરી છે. કેમ શાસનની સ્તવના કરી છે ? એ સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
અરિહંતોની અરિહંતતા પણ શાસનપૂર્વક થાય છે, કેમ કે કોઈક તીર્થકરના શાસનમાં ધર્મને સેવીને તીર્થકરો થાય છે. વળી, ભગવાનથી પૂજિત એવું આ શાસન છે, તેથી ભગવાન વડે પૂજિત એવા શાસનનો લોક પણ પૂજક છે; વળી ધર્મ વિનામૂલવાળો છે અને ધર્મકલ્પદ્રુમ સ્વર્ગ-અપવર્ગાદિ સુખરૂપ ફલને દેવામાં સમર્થ છે. તે સુખ ધર્મકલ્પદ્રુમના સુંદર પુષ્પોના સમૂહસ્થાનીય યોગમાર્ગની આચરણારૂપ છે. અને તેના આનંદરૂપ અમૃતના રસના ઉદગ્ર સ્વરૂપની પ્રાપ્તિના સ્વભાવવાળું સ્વર્ગ-અપવર્ગાદિ સુખરૂપ ફળ છે; કેમ કે યોગમાર્ગના સેવનકાળમાં જે આનંદનો અમૃતરસ પ્રાપ્ત થાય છે તે આનંદ ઉત્કૃષ્ટ કક્ષાનો દેવલોકમાં અને મોક્ષફલકાળમાં પ્રાપ્ત થાય છે. આવું ધર્મકલ્પદ્રુમ બતાવનારા તીર્થકરો છે, જે ત્રણે ભુવનના ગુરુ છે અને નિર્મલ કેવલજ્ઞાનને પામેલા છે. જ્યારે તીર્થકરો શાસનના અર્થને અભિવ્યક્ત કરે છે ત્યારે તેવા ધર્મરૂપ તીર્થને પોતે પણ નમસ્કાર કરે છે. તેથી તીર્થંકરોથી કરાયેલા સ્તવનવાળું એવું શાસન અતિશય સ્તવન કરવા યોગ્ય છે એ પ્રમાણે ગ્રંથકારશ્રીને નિશ્ચય હોવાથી શાસનની સ્તુતિ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org