________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૬
અન્વયાર્થ:
અતીતાળવવોસ મુળવુ શુંછળ મુવાર્ત્તિ તેનિં=અતીત દોષની જુગુપ્સા અને અનાગત ગુણનો સ્વીકાર એ રૂપ તે બે વડે=યૌવનસ્થ પુરુષને બાલભાવકાલીન અતીત દોષની જુગુપ્સા અને વૃદ્ધભાવકાલીન ગુણનો સ્વીકાર થાય છે એ રૂપ તે બે વડે, (તત્ત્ત=તે પ્રકારે=જે પ્રમાણે ભેદાભેદાત્મક પુરુષની સિદ્ધિ છે તે પ્રકારે,) નીવસ=જીવને=ભેદાભેદાત્મક જીવને, તદ્દ બંધમોવશ્વસુદવુવવપત્યT=તે પ્રકારે બંધ-મોક્ષસુખ-દુ:ખની પ્રાર્થના=બંધના સાધનોના પરિહાર દ્વારા દુ:ખતા પરિહારની પ્રાર્થના અને મોક્ષના સાધનોના ગ્રહણ દ્વારા સુખની પ્રાપ્તિની પ્રાર્થના, હો=થાય છે. ।।૧/૪૬।।
ગાથાર્થ ઃ
અતીત દોષની જુગુપ્સા અને અનાગત ગુણનો સ્વીકાર એ રૂપ તે બે વડે=યૌવનસ્થ પુરુષને બાલભાવકાલીન અતીત દોષની જુગુપ્સા અને વૃદ્ધભાવકાલીન ગુણનો સ્વીકાર થાય છે એ રૂપ તે બે વડે, (તે પ્રકારે=જે પ્રમાણે ભેદાભેદાત્મક પુરુષની સિદ્ધિ છે તે પ્રકારે) જીવને=ભેદાભેદાત્મક જીવને, તે પ્રકારે બંધ-મોક્ષ-સુખ-દુઃખની પ્રાર્થના થાય છે. ।।૧/૪૬||
ટીકા ઃ
૧૮૧
ताभ्यामतीतानागतदोषगुणजुगुप्साऽभ्युपगमाभ्यां यथा भेदाभेदात्मकस्य पुरुषत्वस्य सिद्धिः तथा दान्तिकेऽपि, तह बंधमोक्खसुहदुक्खपत्थणा होइ जीवस्स इति तथा बन्धमोक्षसुखदुःखप्रार्थना तत्साधनोपादानपरित्यागद्वारेण भेदाभेदात्मकस्यैव जीवद्रव्यस्य भवति, बालाद्यात्मकपुरुषद्रव्यवत् न च जीवस्य पूर्वोत्तरभवानुभवितुरभावाद् बन्धमोक्षभावाभावः, उत्पादव्ययध्रौव्यात्मकस्य तस्यानाद्यનન્તસ્ય પ્રસાધિતત્વાન્ ।।૨/૪૬।।
ટીકાર્ય :
ताभ्यामतीतानागतदोष પ્રસાધિતત્વાન્ ।। અતીતદોષની જુગુપ્સા અને અનાગત ગુણનો સ્વીકાર એ રૂપ તેના દ્વારા=યૌવનસ્થ પુરુષતી બાલ્યાવસ્થાના દોષની જુગુપ્સા અને વૃદ્ધાવસ્થામાં થતા ગુણનો સ્વીકાર થાય છે એ રૂપ ગાથા-૪૩-૪૪માં કહેલ કથન દ્વારા, જે પ્રમાણે ભેદાભેદાત્મક પુરુષત્વની સિદ્ધિ છે તે પ્રમાણે દાષ્યંતિકમાં પણ ભેદાભેદાત્મકની સિદ્ધિ છે તેમ અન્વય છે.
અને તે દાષ્કૃતિક કથન ગાથાના ઉત્તરાર્ધથી કહે છે
તે પ્રકારે જીવને બંધ-મોક્ષ-સુખ-દુ:ખની પ્રાર્થના થાય છે અર્થાત્ તેના સાધનના ઉપાદાન દ્વારા અને પરિત્યાગ દ્વારા=મોક્ષત! સાધનના ઉપાદાન દ્વારા અને બંધના સાધનના પરિત્યાગ દ્વારા, ભેદાભેદાત્મક જ જીવદ્રવ્યને તે પ્રકારે બંધ-મોક્ષ-સુખ-દુઃખતી પ્રાર્થના થાય છે.
તેમાં દૃષ્ટાંત બતાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org