________________
૧૫
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૦, ૫૧ અમૂર્તરૂપાદિમાં આદિ પદથી એક-અનેકરૂપે પ્રાપ્ત થાય છે, તેથી ભગવાનના વચનાનુસાર સર્વ પદાર્થમાં અનેકાંતાત્મકપણું છે.
વળી, દેહધારી જીવોમાં અંતરંગ થતા ભાવોને આશ્રયીને અત્યંતર એ પ્રકારનો વ્યપદેશ થાય છે, તે નોઇન્દ્રિય આત્મક મનને આશ્રયીને છે; કેમ કે નોઇન્દ્રિય એવા મનરૂપ આત્મપરિણતિનું પરને અપ્રત્યક્ષપણું છે, તેથી અંતરંગ થતા ભાવોને આશ્રયીને અત્યંતરનો વ્યપદેશ છે અર્થાત્ શરીર અને વાણી જેમ અન્ય છદ્મસ્થ સંસારી જીવોને પ્રત્યક્ષ દેખાય છે તેમ ભાવમનરૂપ આત્માની પરિણતિ અન્ય છબસ્થ સંસારી જીવોને દેખાતી નથી, માટે તે અપેક્ષાએ આત્મા અત્યંતર છે એમ સ્વીકારવામાં વિરોધ નથી. આથી જ ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે બાહ્યભાવ અને અત્યંતરભાવ ભગવાનના શાસનમાં નથી, છતાં બાહ્ય અને અત્યંતર સર્વથા અભેદ જ હોય તો “બાહ્ય” અને “અત્યંતર' એ શબ્દથી પૃથગુ ઉલ્લેખ થઈ શકે નહીં અને પૃથર્ ઉલ્લેખ કર્યો છે તેથી કોઈક અપેક્ષાએ બાહ્યભાવથી અત્યંતરભાવનો કોઈક પ્રકારથી ભેદ છે, તે ભેદને જ ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરેલ છે. II૧/૫૦માં અવતરણિકા :
अस्य च मिथ्यात्वादिपरिणतिवशोपात्तपुद्गलाङ्गाङ्गिभावलक्षणो बन्धः तद्वशोपनतसुखदुःखाद्यनुभवस्वरूपश्च भोगः अनेकान्तात्मकत्वे सत्युपपद्यते, अन्यथा तयोरयोग इति प्रतिपादनार्थमाह दबट्ठियस्स इत्यादि - અવતરણિતાર્થ :
અને આત=સંસારવર્તી આત્માને, મિથ્યાત્વાદિ પરિણતિના વશથી ગ્રહણ કરાયેલા યુગલો સાથે અંગાંગીભાવરૂપલક્ષણ બંધ અને તેના વશથી સુખ-દુઃખાદિતા અનુભવરૂપ ભોગ, અનેકાંતાત્મકપણું હોતે છત=ગાથા-૪૮માં સ્થાપન કર્યું કે જીવ અને પુદ્ગલ અન્યોન્ય અનુવિદ્ધ હોવાના કારણે આત્માનું કથંચિત્ એકત્વ-અનેકત્વ અને મૂર્તત્વ-અમૂર્તત્વ સિદ્ધ થયું એ રીતે આત્માનું અનેકાંતાત્મકપણું હોતે છતે. ઘટે છે, અન્યથા આત્માનું અનેકાંતાત્મકપણું ન સ્વીકારવામાં આવે તો, તે બેનો=બંધનો અને ભોગનો, અયોગ છે એ પ્રતિપાદન કરવા માટે “વ્યક્ટ્રિય ફારિ” ગાથા-૫૧થી ૧૩ કહે છે - ભાવાર્થ :
ગાથા-૪૮માં સ્થાપન કર્યું કે સંસારી જીવોનો દેહ અને આત્મા પરસ્પર અનુગત છે માટે દેહના અને આત્માના પર્યાયો પણ પરસ્પર અનુગત છે. વળી મુક્તઆત્માઓ પણ તે રીતે અન્યોન્ય અનુગત છે માટે આત્માનું એક-અનેકપણું અને મૂર્ત-અમૂર્તપણે સિદ્ધ થાય છે. આવું અનેકાંતાત્મકપણું સિદ્ધ થાય તો સંસારી જીવો મિથ્યાત્વાદિ પરિણતિને વશ જે કર્મ પુદ્ગલનો અંગગીભાવ કરે છે તે રૂ૫ બંધ સંગત થાય છે અને તે કર્મબંધને વશ પ્રાપ્ત થયેલ સુખ-દુઃખાદિના અનુભવરૂપ ભોગ સંગત થાય છે; કેમ કે જો આત્મા એકઅનેકરૂપ ન હોય, પરંતુ એકાંતે એકરૂપ હોય તો આત્મામાં મિથ્યાત્વાદિ પરિણતિ સંભવે નહીં અર્થાત્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org