________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૮
૧૮૯ પરંતુ જેમ આત્મા અને પુદ્ગલ પરસ્પર અનુગત છે તેમ આત્મા સાથે અનુગત એવા પુદ્ગલના રૂપાદિ ગુણો પણ આત્માના જણાય છે. આથી જ સંસારી જીવ તે તે પ્રકારના રૂપાદિવાળો પ્રતીત થાય છે. વળી, જ્ઞાનાદિ ગુણો આત્માના છે તોપણ દેહની સાથે આત્મા એકમેક થયેલો હોવાથી દેહને કોઈ ઉપઘાત કે અનુગ્રહ થાય છે ત્યારે દેહમાં જ તેનું સંવેદન પ્રતીત થાય છે, તેથી આત્માના જ્ઞાનાદિ ગુણો પણ દેહમાં અનુગત છે. આથી જ મૃતદેહમાં ઉપઘાતાદિનું સંવેદન નથી અને જીવયુક્ત દેહમાં ઉપઘાતાદિ જ્ઞાનનું સંવેદન થાય છે. માટે જેમ આત્મા શરીર સાથે અનુપ્રવિષ્ટ છે તેમ આત્માનો જ્ઞાનગુણ પણ શરીરમાં અનુપ્રવિષ્ટ છે તેમ જાણવું.
વળી, સંસારી જીવોમાં જેમ દેહ અને જીવના ગુણોનો પરસ્પર અનુપ્રવેશ છે તેમ અસંસારી એવા મુક્તજીવોમાં પણ દેહના અને આત્માના ગુણોનો પરસ્પર અનુપ્રવેશ છે તે ન વિશેષથી સ્પષ્ટ કરવા અર્થે ગાથામાં રહેલા “મવત્યષ' શબ્દમાં “અકારનો પ્રશ્લેષ કરીને ટીકાકારશ્રી વિકલ્પ અસંસારી જીવોમાં પણ=મુક્ત જીવોમાં પણ, પરસ્પર ગુણોનો અનુપ્રવેશ બતાવે છે.
કઈ રીતે મુક્તમાં દેહના રૂપાદિ અનુપ્રવેશ પામે છે ? અને મુક્ત આત્માના જ્ઞાનાદિ ગુણો દેહમાં અનુપ્રવેશ પામે છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે –
સિદ્ધના જીવો પણ કેવલજ્ઞાન અને કેવલદર્શનની પરિણતિવાળા છે, તેથી સંસારી જીવોમાં રહેલા દેહાદિ વિષયક તેમને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે. આથી તે જ્ઞાન-દર્શનના વિષયભૂત પુદ્ગલો સાથે વિષયતા સંબંધથી જ્ઞાન એકત્વને પામે છે. માટે વિષયતાસંબંધથી સિદ્ધનું જ્ઞાન દેહ આદિની સાથે એકત્વભાવવાળું છે. દેહાદિમાં વર્તતા રૂપાદિભાવો સમવાયસંબંધથી દેહમાં હોવા છતાં વિષયિતાસંબંધથી જ્ઞાનમાં છે. માટે દેહના રૂપ આદિ ધર્મો કેવલજ્ઞાનની સાથે એકત્વ ભાવવાળા છે. આ રીતે સિદ્ધના જીવોનું પણ જ્ઞાન પુદ્ગલોની સાથે કથંચિત્ અનુગત હોવાથી પુગલોના રૂપાદિ ધર્મો અને આત્માના જ્ઞાનાદિ ધર્મોનો પરસ્પર અનુપ્રવેશ છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – આત્માનું અને પુદ્ગલોનું કથંચિત્ એકત્વ-અનેકત્વ અને મૂર્તત્વ-અમૂર્તત્વ અવ્યતિરેક હોવાના કારણે અર્થાત્ આત્મા અને પુગલનો કથંચિત્ અભેદ હોવાના કારણે સિદ્ધ થાય છે.
આશય એ છે કે આત્માનો અને પુદ્ગલનો પરસ્પર અનુપ્રવેશ છે, તેથી આત્માનો અને પુદ્ગલનો કથંચિત્ અભેદ હોવાના કારણે આત્માનું એકત્વ છે=જુગલો સાથે એકપણું છે. વળી, આત્મામાં દેહના રૂપાદિ ધર્મોનો અનુપ્રવેશ છે અને આત્મામાં જ્ઞાન આદિ ગુણો પણ છે, તેથી ધર્મોની અપેક્ષાએ આત્માનું અનેકપણું છે; કેમ કે દેહની સાથે આત્માનો અવ્યતિરેક છે. વળી, આત્માનો અને પુદ્ગલનો પરસ્પર અનુપ્રવેશ હોવાના કારણે આત્મા મૂર્તિ છે માટે તેમાં મૂર્તિત્વ છે; વળી આત્મા અમૂર્ત છે, તેથી મિશ્રિત એવા પણ આત્મા અને પુદ્ગલનું અમૂર્તપણું છે એ પ્રમાણે પ્રસ્તુત ગાથાથી સિદ્ધ થાય છે. ૧/૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org